શહેરના સલાબતપુરાના ઉમરવાડા વિસ્તારમાં આવેલા ટેનામેન્ટમાં રહેતી 13 વર્ષીય કિશોરી ઘરેથી ભાગી જતાં પરિવારે પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી કિશોરીની શોધખોળ શરૂ કરી હતી. તે દરમિયાન પોલીસે કિશોરીની શોધ કરતાં પૂછપરછ હાથ ધરી હતી અને જેમાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી.
સાવકા પિતાએ જ પોતાની 13 વર્ષીય પુત્રી પર વારંવાર દુષ્કર્મ આચરતા ચકચાર - સુરતની સ્મીમેર હોસ્પિટલ
સુરતઃ ડાયમન્ડ સીટી સુરત ક્રાઇમ સીટી તરીકે આગળ વધી રહ્યું છે. સુરતમાં ગુનાખોરી, લૂંટ જેવા કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સલાબતપુરમા વિસ્તારમાં સાવકા પિતાએ જ પોતાની 13 વર્ષીય પુત્રી પર વારંવાર દુષ્કર્મ કરતા ચકચાર મચી જવા પામી હતી. ઘરેથી ભાગી ગયેલી કિશોરીને પોલીસે પૂછપરછ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી અને નરાધમ પિતાની પોલીસે ધરપકડ કરી હતી. આ સાથે જ પીડિત કિશોરીનું સુરતની હોસ્પિટલમાં મેડિકલ તપાસ પણ કરાવવામાં આવી હતી.
આ પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, સાવકા પિતા દ્વારા તેણીની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું અને એટલું જ નહીં જો આ વાતની જાણ માતા અથવા કોઇને કરે તો ધમકી પણ આપી હતી. જેથી સાવકા પિતાના માનસિક ત્રાસ અને દુષ્કર્મનો ભોગ બનેલી પીડિત કિશોરીએ ના છૂટકે ભાગવાનું નક્કી કર્યું હતું.
જ્યાં પોલીસ તપાસમાં નરાધમ પિતાનો ભાંડો ફૂટી જતાં પોલીસે ધરપકડ કરી હતી. તે ઉપરાંત પીડિત કિશોરીનું સુરતની સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું અને આગળની તપાસ હાથ ધરાઇ હતી.