ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં ખેડૂત સંઘ વરસાદ નહીં પડે ત્યાં સુધી પશુઓ માટે મોકલશે ઘાસચારો - SUR

સુરત: રાજ્યમાં ગત્ વર્ષે વરસાદ ઓછો પડવાથી કેટલાક વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા અને સરકાર દ્વારા ખેડૂતોને મદદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, સરકારની મદદની રાહ જોયા વગર ખેડૂત સમાજ પશુ અને પશુપાલકોની વ્હારે આવ્યો છે. જે અંતર્ગત ગુજરાત ખેડૂત સમાજ દ્વારા સુરતના જહાંગીરપુરા ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખેડૂત સંઘ

By

Published : May 18, 2019, 3:02 AM IST

રાજ્યમાં ઘાસચારના અભાવે પશુઓ ભૂખ્યા મારી રહ્યા છે, ત્યારે ખેડૂત સમાજ દ્વારા ફંડ એકત્ર કરીને દૈનિક 20 હજાર કિલો ઘાસ અછતગ્રસ્ત વિસ્તારોમાં મોકલવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા બેંકમાં એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યું છે. બેઠક દરમિયાન જ ખેડૂત સમાજ દ્વારા 2 લાખ રુપીયા એકત્ર કરવામાં આવ્યા છે અને વરસાદ નહીં પડે ત્યાં સુધી પશુઓ માટે ઘાસચારો મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સુરતમાં ખેડૂત સંઘ વરસાદ નહીં પડે ત્યાં સુધી પશુઓ માટે ઘાસચારો મોકલશે

ABOUT THE AUTHOR

...view details