વિધાનસભા સત્રમાં ગુજરાતની સહકારી ખાંડ મંડળીઓને નિર્દિષ્ટ મંડળીઓની વ્યાખ્યામાંથી દૂર કરવામાં આવી છે. હવે ખાંડ મંડળીઓની પોતાની બોર્ડની ચૂંટણી મંડળી પોતાની રીતે કરી શકશે. વિધેયક સરકાર દ્વારા પસાર કરવામાં આવ્યો છે. જેના કારણે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓના ભથ્થા સહિતના ખર્ચનું ભારણ મંડળીઓમાંથી ઓછું થશે. તેમજ ચૂંટણી પણ સમયસર થઇ શકશે. જેના કારણે મંડળી અને સભાસદને આર્થિક લાભ પણ થઇ શકશે. આ નિર્ણયને ખેડૂતો સમાજ દ્વારા આવકારવામાં આવ્યો છે. આ સાથે જ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘને પણ નિર્દિષ્ટ મંડળીની વ્યાખ્યામાં સામેલ કરવાની માંગ કરવામાં આવી છે.
સહકારી ખરીદ વેચાણ સંઘને નિર્દિષ્ટ મંડળીની વ્યાખ્યામાંથી દૂર કરવાની ખેડુત સમાજે મુખ્ય પ્રધાને માંગ કરી - ખેડુત સમાજે કરી માંગ
સુરત: ગુજરાત ખેડૂત સમાજ દ્વારા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘને નિર્દિષ્ટ મંડળીની વ્યાખ્યામાંથી દૂર કરવાની માંગણી કરવામાં આવી છે. આ મામલે મંડળીની ચૂંટણી અંગે પણ સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે. આ સંદર્ભે વિધાનસભામાં વિદાય પ્રસાર કરવાની માંગણી કરવામાં આવી છે.
મુખ્યપ્રધાનને લખેલો પત્ર
સમગ્ર ગુજરાતમાં 180થી વધુ સંખ્યામાં તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘો આવેલા છે. આ તાલુકા સંઘો ખેડૂતો, ખેતી, ઉત્પાદન, માલ ખરીદ, અને વેચાણ કરી ખેડૂતોને આર્થિક મદદરૂપ થાય છે. રાસાયણિક ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ વ્યાજબી ભાવે ખેડૂતોને મળે તે બાબતે પ્રયત્નશીલ રહે છે. આ તમામ તાલુકા સંઘ નિર્દિષ્ટ મંડળીની વ્યાખ્યામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.