સુરતઃ વેપારીઓએ રિંગ બનાવી ઓછા ભાવે ડાંગરની ખરીદી કરતા સહકારી મંડળીઓએ વેચાણ બંધ કરી દીધું છે. જેના કારણે ડાંગરની 9 લાખ જેટલી ગુણીનો જથ્થો મંડળીમાં પડ્યો છે. ખેડૂતોને 363 રૂપિયા ડાંગરના ટેકાનો ભાવ આપવામાં આવે તેવી માંગ સાથે ખેડૂત સમાજ અને સહકારી મંડળીનું પ્રતિનિધિ મંડળ રાજ્ય સરકારના પુરવઠા પ્રધાનને રૂબરૂમાં મળી રજુવાત કરવાના છે.
ડાંગર ખરીદીનો મુદ્દોઃ ખેડૂતો અને સહકારી મંડળીઓ પુરવઠા પ્રધાનને રૂબરૂ મળશે
અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને પહેલાથી જ પડ્યા પર પાટુ સમાન સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યાં બીજી તરફ ડાંગરનો ઓછો પાક થયો હોવા છતાં વેપારીઓ ટેકાના ભાવે ડાંગરની ખરીદી ન કરતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.
ખેડૂત સમાજ અને સહકારી મંડળીનું પ્રતિનિધિ મંડળ રાજ્ય સરકારના પુરવઠા મંત્રીને રૂબરૂ મળશે
સહકારી મંડળીઓને ફક્ત તેમનો વહીવટી ખર્ચ સરકાર ચૂકવી ખેડૂતોને તેમના ડાંગરના ટેકાના ભાવ ચૂકવે તેવી રજુાઆત પ્રતિનિધિ મંડળ કરવા જઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પૂરવઠા પ્રધાન લેખિતમાં પત્ર પણ લખવામાં આવ્યો હોવા છતાં કોઈ સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.