સુરત:નહીં મામા કરતાં કાણો મામો સારો આ કહેવત બધે લાગું ના કરી શકાય. જો ખોટી જગ્યા પર અમલ કરી દો તો ભારે ભડી જાય છે. કારણે કે સુરતમાં એક ધટના સામે આવી છે. જેમાં આ કહેવતને ઉંધી લઇ લીધી હોય તેવું જોવા મળે છે. ડૉક્ટર હાજર ના હતા તો તેની પત્નીએ દર્દીને આપ્યા સાત થી આઠ ઇન્જેક્શન. જેના કારણે દર્દી સાજો થવાને બદલે વધારે બિમાર પડી ગયો હતો. જે બાદ મને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં લાવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસે મૃત જાહેર કર્યો હતો.
તબીબી બેદરકારીને કારણે મોત:શહેરના ઉધના વિસ્તારમાં આવેલ રોડ નંબર -4 ઉપર રહેતા 45 વર્ષીય ભટુભાઈ નીબાભાઈ પાટીલ જેઓ ઓટોરીક્ષા ચલાવી તેમના પરિવારનો ગુજરાન ચલાવતા હતા.જેઓને ગત તારીખ 10મીના રોજ અચાનક જ છાતીમાં દુખાવો થતાં તેમને તેમના ઘર નજીક આવેલ ખાનગી ક્લીનીકમાં બતાવ્યું હતું. ત્યાં ભટુભાઈને ડૉક્ટર યાદવે સારવાર આપી રજા આપી હતી. પરંતુ તેમના તબિયતમાં સુધાર ન આવતા તેઓ ફરી પાછી તેજ ખાનગી ક્લિનિકમાં બતાવા માટે ગયા હતા.જ્યાં ડૉક્ટર તો ન હતા પરંતુ તેમની જગ્યા ઉપર ડોક્ટરની પત્ની હતી. જેઓ ભટુભાઈને એક સાથે સાત થી આઠ ઇન્જેક્શન મૂકી દીધા હતા.ત્યારબાદ ભટુભાઈ ઘરે આવતા જ અચાનક તેમને ચક્કર આવતા તેઓ ઢળી પડ્યા હતા.જેથી તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં લાવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસે મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો Surat School News : શાળાએ એલસી આપી દેતા દીકરીઓ ચોધાર આંસુએ રડી, ગાંધીનગરમાં પડ્યા પડઘા
બેદરકારીનો આક્ષેપ: આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેંટરના ફરજ પરના ડૉક્ટર પ્રિયંકાએ જણાવ્યુંકે, આ પેસન્ટને 11 બપોરે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જોકે તેમનું હોસ્પિટલ આવતા પેહલા જ ડેથ થઇ ગયું હતું. આ બાબતે મેં તેમના પરિવારને પૂછ્યુંકે, શું થયું હતું તે તેઓએ સમગ્ર બાબતે મને કહી હતી. તેઓ પોતે જ જે તે ખાનગી ક્લીનીકના ડોક્ટર ઉપર બેદરકારીનો આક્ષેપ કર્યો હતો. તે ડૉક્ટર દંપતીના ડીગ્રીને લઈને પણ શંકા વ્યક્ત કરી હતી. તો મોતનું સાચું કારણ જાણવા માટે મૃતક ભટુભાઈની બોડીને પોસ્ટમોર્ટમ રૂમમાં મોકલી આપ્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરી હતી. જરૂરી સારવાર નઈ આપી જેને કારણે તેમનું મોત નીપજ્યું છે.