સુરત: સુરતમાં લોકડાઉનના પાંચમા તબક્કા દરમિયાન રાત્રીના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કરફ્યુ હોવા છતાં પરિવાર પર ગંભીર જીવલેણ હુમલાની ઘટના ઉધના વિસ્તારમાં બની છે. પાર્કિંગના મુદ્દે થયેલી માથાકૂટ બાદ અસામાજિક તત્વોનું ટોળું ઘરમાં લાકડા, ફટકા અને તલવાર જેવાં હથિયારો લઈ ધસી આવ્યું હતું. ઇજાગ્રસ્ત મહિલા સહિત પરિવારના ત્રણે સભ્યોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરિવાર પર જીવલેણ હુમલો અને તોડફોડ કરનારા સુર્યા મરાઠી હત્યા કેસના આરોપી ગેંગના સાગરીતો હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના ઉધના વિસ્તારમાં પાર્કિંગ બાબતે થયેલી બોલાચાલીમાં પરિવાર પર જીવલેણ હુમલો કરાયો
સુરતમાં લોકડાઉનના પાંચમા તબક્કા દરમિયાન રાત્રીના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કરફ્યુ હોવા છતાં પરિવાર પર ગંભીર જીવલેણ હુમલાની ઘટના ઉધના વિસ્તારમાં બની છે. પાર્કિંગના મુદ્દે થયેલી માથાકૂટ બાદ અસામાજિક તત્વોનું ટોળું ઘરમાં લાકડા, ફટકા અને તલવાર જેવાં હથિયારો લઈ ધસી આવ્યું હતું. ઇજાગ્રસ્ત મહિલા સહિત પરિવારના ત્રણે સભ્યોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરિવાર પર જીવલેણ હુમલો અને તોડફોડ કરનારા સુર્યા મરાઠી હત્યા કેસના આરોપી ગેંગના સાગરીતો હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે. હત્યા, લૂંટ, ચોરી તેમજ જીવલેણ હુમલાની ઘટનાઓ એક બાદ એક પ્રકાશમાં આવી રહી છે. સુરતમાં કરફ્યુના સમય દરમિયાન પરિવાર પર જીવલેણ હુમલાની ઘટના બનતા પોલીસની નાઈટ પેટ્રોલીંગ સામે પણ સવાલ ઉભા થયા છે. ઉધના પોલીસના જણાવ્યાનુસાર વિજયા નગર સોસાયટીમાં રહેતા પાટીલ પરિવારના સભ્ય અને નજીકમાં રહેતા ઈસમો વચ્ચે પાર્કિંગના મુદ્દે માથાકૂટ થઇ હતી. જે અદાવતમાં અસામાજિક તત્વોએ પરિવારના સભ્યો પર જીવલેણ હુમલો કર્યો હતો.
પાર્કિંગ મુદ્દે થયેલી માથાકૂટ બાદ અસામાજિક તત્વોનું ટોળું પરિવારના ઘરમાં ઘસી આવ્યુ હતું. ઘાતક હથિયારો સાથે ધસી આવેલ ટોળા દ્વારા પરિવારના સભ્યો પર જીવલેણ હુમલો કરાયો હતો. એટલું જ નહીં ઘરમાં તોડફોડ પણ કરી હતી. હુમલાની ઘટનામાં ઇજાગ્રસ્ત પરિવારની મહિલા સહિત ત્રણ સભ્યોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બનતાની સાથે ઉધના પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને આગળની તપાસ હાથ ધરી હતી. જોકે, હુમલાની ઘટના બાદ અસામાજિક તત્વો ફરાર થઈ ગયા હતા.
પરિવારના સભ્યો પર જીવલેણ હુમલો અને તોડફોડ કરનારા શખ્સો ચોક બજારના વેડ રોડ ખાતે થયેલ સૂર્યા મરાઠીની હત્યા કેસના આરોપીના સાગરીત હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. જોકે, ઉધના વિસ્તારમાં બનેલી આ ઘટના બાદ પોલીસની નાઈટ પેટ્રોલીંગ સામે અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે હાલ તો પોલીસ જો આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી ન કરે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી શકે તેમ છે.