ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં ઉદ્યોગને વેગ આપવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક્ઝિબિશન

ડિસેમ્બર મહિનામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 3 એક્ઝિબિશન રાખવામાં આવ્યા છે. જેમાં સુરતની બે મુખ્ય પાયાની ઇન્ડસ્ટ્રી ડાયમંડ અને ટેક્સટાઇલ સહિત યાર્ન ઉધોગનો સમાવેશ થાય છે. કોરોના બાદ ખુલ્લું મુકનાર આ ભારતનું પહેલું પ્રદર્શન હશે.

Surat
સુરત

By

Published : Oct 28, 2020, 1:37 PM IST

  • ધીમી ગતિએ ચાલી રહેલી ઇન્ડસ્ટ્રીઝને મળશે વેગ
  • ઇન્ડસ્ટ્રીઝ અને નોકરી ધંધા બંધ રહેતા આર્થિક વ્યવહારને ભારે નુકશાન
  • સ્પાર્કલ એક્ઝિબિશનથી જવેલરી ઇન્ડસ્ટ્રીઝને મોટી અપેક્ષા

સુરત: વર્ષ 2020 કોરોનાકાળમાં ઉદ્યોગોને આર્થિક નુકસાન થયું છે. ઉદ્યોગોને વેગ મળી શકે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સાહસ કરીને આવનારા ડિસેમ્બર મહિનામાં ડાયમંડ, ટેક્સટાઇલ અને યાર્ન એક્સપો માટે ઉધોગ સાહસિકો યોજનાર છે. કોરોનાની પૂરતી ગાઈડલાઈનનું ધ્યાન રાખીને ચેમ્બર દ્વારા પ્રદર્શન યોજાવા જઈ રહ્યું છે. જે ધીમી ગતિએ ચાલી રહેલી ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

ઉદ્યોગ ધંધાને પણ ફરી બેઠો કરવાના પ્રયાસો શરૂ

કોરોના કાળમાં લગભગ દરેક ઇન્ડસ્ટ્રીઝને નુકસાન પહોંચ્યું છે. લોકડાઉનના 6 મહિના જેટલા સમયથી મોટા ભાગની બધી ઇન્ડસ્ટ્રીઝ અને નોકરી ધંધા બંધ રહેતા આર્થિક વ્યવહારને ભારે નુકસાન પહોંચ્યું હતું. હવે જ્યારે અનલોક બાદ લોકો કોરોનાની સાથે જીવતા શીખી રહ્યા છે. ત્યારે ઉદ્યોગ ધંધાને પણ ફરી બેઠો કરવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.

સુરતમાં ઉદ્યોગને વેગ આપવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક્ઝિબિશન
ઇન્ડસ્ટ્રીઝને બુસ્ટ અપ કરવાનો નવો પડકારધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરતની ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ તેમજ અન્ય નાના લઘુ ઉધોગોના પ્રશ્નો અને સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તેમજ તેને પ્રોત્સાહન આપવા માટે કામ કરતી આવી છે. આ વર્ષે કોરોનાના કારણે ચેમ્બર ઓફ કોમર્સની જવાબદારી વધી ગઈ છે. તેમજ ઇન્ડસ્ટ્રીઝને બુસ્ટ અપ કરવાનો નવો પડકાર પણ સામે ઉભો છે. સ્પાર્કલ એક્ઝિબિશનને ખૂબ સારો પ્રતિસાદનોંધનીય છે કે, સુરતના ડાયમંડ અને જવેલરી ઇન્ડસ્ટ્રીઝ માટે દર વર્ષે યોજાતુ સ્પાર્કલ એક્ઝિબિશનને ખૂબ સારો પ્રતિસાદ સુરત અને દેશના અન્ય શહેરોમાંથી મળતો આવ્યો છે. ત્યારે આ ડિસેમ્બરમાં યોજાનાર સ્પાર્કલ એક્ઝિબિશનથી જવેલરી ઇન્ડસ્ટ્રીઝને મોટી અપેક્ષા છે.

ABOUT THE AUTHOR

...view details