સુરતમાં મહિલા પર પૂર્વ પતિએ કર્યો એસિડ એટેક - ગુજરાત પોલીસ
સુરત: જિલ્લામાં મહિલા પર પૂર્વ પતિએ એસિડ એટેક કર્યો હતો. જેમાં સવા મહિના પહેલા જ ભોગ બનનાર મહિલાના તેના પતિ સાથે તલાક થયા હતાં. એસિડ એટેકનો ભોગ બનેલી મહિલાની હાલત હાલમાં ગંભીર છે જેેને વધુ સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
પૂર્વ પતિએ કર્યો એસિડ એટેક
ભાઠેના રઝા નગર વિસ્તારમાં રહેતી મહિલા ઉપર તેના પૂર્વ પતિએ એસિડ અટેક કર્યો હતો. હુમલાખોર પૂર્વ પતિ નદીમ સલીમ શેખ ત્યારબાદથી ફરાર છે. મહિલાની હાલત હાલમાં ગંભીર છે.