સુરતમાં અગ્નિકાંડની ઘટના પછી રાજ્યના નેતાઓ સુરત ખાતે આવી રહ્યા છે. આજે પણ આ સિલસિલો ચાલુ રહ્યો હતો. આજે બપોરના સમયે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.
પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ તક્ષશિલા આર્કેડની લીધી મુલાકાત
સુરતઃ તક્ષશિલા આર્કેડની કરૂણાંતિકા પછી રાજકીય નેતાઓએ સુરતમાં ધામા નાખ્યા છે. આજે ભૂતપૂર્વ CM અને NCP નેતા શંકરસિંહ વાઘેલાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.
hd
મીડિયા સાથે વાત કરતાં વાઘેલાએ જણાવ્યુ હતું કે, આ ગેરકાયદેસર બાંધકામ છે. આ ઘટના માનવસર્જીત છે. NOC કેવી રીતે મળ્યુ એ તપાસનો વિષય છે. ભાજપના શાસનમાં શિક્ષણનું સ્તર ખાડે ગયું છે એટલે આવા ટ્યુશન કલાસિસ ચાલે છે. ઘટનાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જવાબદાર વ્યક્તિ સામે પગલા લેવાવા જોઈએ.