ETV ભારતે કિન્નર સમાજને પોતાની વાત રજૂ કરવા માટે એક સ્ટેજ આપ્યું તથા તેમના પ્રશ્નોને વાચા આપી હતી. આ સાથે જ ETV ભારતે કિન્નર સમાજ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં કિન્નરોએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ દેશ માટે ખૂબ જ સરસ કામ કર્યું છે અને આવતા પાંચ વર્ષ પણ તેમને જ આપવામાં આવશે.
ETV ભારતની કિન્નર સમાજ સાથે ખાસ વાતચીત... - loksabha
સુરત: લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં લોકોને આકર્ષનારી જાહેરાતો પણ કરવામાં આવી છે. આ બધાની વચ્ચે દેશમાં એક એવો વર્ગ છે, જે પોતાનો મત આપે છે, પરંતુ તેમના માટે કોઈપણ પાર્ટી ખાસ જાહેરાત કરતી નથી. એવો જ એક સમાજ કિન્નરનો છે.
સ્પોટ ફોટો
આ ઉપરાંત, અત્યાર સુધી કોઈ પણ રાજકીય પક્ષના લોકો તેમને મળવા આવ્યા નથી. કિન્નર સમાજની માત્ર એક જ માંગ છે કે, સરકાર તેમના મૃત્યુ બાદ કબ્રસ્તાન માટે જમીન આપે.
Last Updated : Apr 13, 2019, 5:33 PM IST