ગુજરાત

gujarat

ETV Bharat / state

સમગ્ર સુરત જિલ્લામાં વરસાદ, ખેતરોમાં ફરી વળ્યા પાણી

સુરતઃ કાળઝાળ ગરમી બાદ હવે મેઘરાજાએ મનમુકીને વર્ષવાની શરૂઆત કરી દીધી છે .ત્યારે સુરત જિલ્લામાં પણ વહેલી સવારથી ભારે પવન સાથે તમામ તાલુકાઓમાં વરસાદ શરુ થયો હતો. બીજી બાજુ વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો પણ અનિયમિત થયો હતો .

સમગ્ર સુરત જિલ્લામાં વરસાદ સાથે ખેતરોમાં પાણી ફરી વળ્યા

By

Published : Jun 28, 2019, 4:39 PM IST

રાજ્યમાં હાલ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સુરત જિલ્લો પણ બાકાત નથી . મોડી સાંજે અનેક વિસ્તારોમાં છુટા છવાયા ઝાપટા પડયા હતા .જયારે આજે વહેલી સવારથી ફરી થી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી અને ધોધમાર વરસાદ શરુ થયો હતો .સુરત જિલ્લાની વાત કરીએ તો બારડોલી , માંડવી , ઓલપાડ , માંગરોળ , ઝંખવાવ ,કામરેજ સહીતના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો.

સમગ્ર સુરત જિલ્લામાં વરસાદ સાથે ખેતરોમાં પાણી ફરી વળ્યા

વરસાદ પ્રભાવિત તાલુકામાં જિલ્લાના માંગરોળ અને કામરેજ તાલુકામાં બપોરએ 12 વાગ્યા સુધીમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જન જીવનને પણ માઠી અસર જોવા મળી હતી. ભારે પવન સાથે વરસાદ પડતા હજુ સુધી કોઈ અનિચ્છનીય ઘટના બની નથી .પરંતુ ગ્રામ્યના અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો અનિયમિત થયો હતો.

એકંદરએ રાત્રે 12 વાગ્યાથી બપોરેએ 12 વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો હતો.બારડોલીમાં 07 મીમી , માંડવીમાં 31 મીમી , મહુવા 17 મીમી ,પલસાણા 66 મીમી, ઉમરપાડા 09 મીમી ,ચોર્યાસીમાં 11 મીમી, ઓલપાડ 01 મીમી ,જયારે સૌથી વધુ માંગરોળમાં 105 મીમી , કામરેજમાં 110 મિમી વરસાદ વરસ્યો હતો.

ત્યારે લોકોએ પણ વાતાવરણમાં ઠંડક પ્રસરતા રાહત મેળવી હતી. બીજી બાજુ વરસાદ પડતાની સાથે જ કોસંબાથી સિયાલજ જતા ખેતરાડી રસ્તા પર વરસાદના પાણી ફરી વળ્યા હતા.રેલ્વે કોરિડોરની કામગીરી ચાલતી હોવાથી પાણીનો કોઈ જ નિકાલ થતો નથી, જેને લઇ સિયાલજ ગામના લોકોમાં રોષ જોવા મળ્યો હતો.



ABOUT THE AUTHOR

...view details