ગુજરાત

gujarat

ETV Bharat / state

વરસાદના પગલે CM રૂપાણીએ સુરત તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી

છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલા અવિરત વરસાદના કારણે સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુરતના ખાડી નજીક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની દયનીય સ્થિતિ બની ગઈ છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સુરત કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરીને વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

CM રૂપાણી
CM રૂપાણી

By

Published : Aug 14, 2020, 4:58 PM IST

સુરત: છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલા અવિરત વરસાદના કારણે સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુરતના ખાડી નજીક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની દયનીય સ્થિતિ બની ગઈ છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સુરત કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરીને વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી છે. સુરત જિલ્લા કલેકટર ધવલ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ત્વરિત સુરક્ષિત સ્થાને પહોંચાડવા આદેશ કર્યા છે. ઉકાઈ અને આંબલી ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાતા અસરગ્રસ્ત ગ્રામજનોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા મુખ્યપ્રધાને સૂચના આપી છે. સાથે ઉકાઈ અને આંબલી ડેમમાંથી ધીમે ધીમે પાણી છોડવા સિંચાઈ વિભાગને સૂચના અપાઈ છે.

સુરતમાં ખાડી પુરની સ્થિતિ વચ્ચે લીંબાયતઝોન બહાર પાણી ભરાયા છે.ઝોન ઓફીસ બહાર તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે.લોકોને ભારે હાલાકી પડી રહી છે.સુરત કલેકટર ડો. ધવલ પટેલની શહેરીજનોને અપીલ કરી છેતાપી નદીના કાંઠે લોકોને ન જવા અને નીચાણવાળા વિસ્તારના લોકોને સ્થળાંતર વખતે સહકાર આપવા સૂચના આપવામાં આવ્યા છે. તંત્ર દ્વારા માછીમારો નદી પટમાંથી બહાર નીકળી જવા અપીલ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details