સુરતઃ અડાજણ મકનજી પાર્કમાં રહેતા ડૉક્ટર પ્રણવ નૂતન કુમાર વૈદ્ય નાનપુરાના એસએનએસ બિલ્ડીંગના ચોથા માળે હેપી હાર્ટ નામથી ચલાવે છે. ડૉક્ટર પ્રણવ વૈદ્ય ક્લિનિકમાં પેશન્ટને તપાસી દવા આપતા હતા તે વખતે ડીંડોલીમાં( Incident of attack in Surat )રહેતા દિલીપભાઈ આહિરે અને તેમના પુત્ર વિપુલ ક્લિનિકમાં આવીને રિસેપ્શનિસ્ટ સુનિતા બહેન સાથે 'અમારો વારો હતો ડૉક્ટર બીજા ને કેમ તપાસે છે ?' તેમ કહી તેમની સાથે બોલાચાલી કર્યા બાદ બંને પિતા-પુત્ર ડૉક્ટર પ્રણવભાઈની ચેમ્બરમાં ઘૂસી આવી તેમની સાથે ઉગ્ર બોલાચાલી કર્યા બાદ ગાળો ભાંડી ઉશ્કેરાઇને બંનેએ ડૉક્ટર પ્રણવને (Doctor Attacked in Surat) માર મારી 'તમે મફતના રૂપિયા લો છો' તેમ કહી, તું દવાખાનેમાંથી નીચે ઉતર હું તને જોઈ લઈશ, તારા હાથપગ તોડી નાખીશ તેવી ધમકી આપી ચાલી ગયાં હતાં.
આ પણ વાંચોઃCrime in Surat 2022 : યુવકને પેટમાં ચાકુના ઘા મારતાં 32 ટાંકા લેવા પડ્યાં, જાણો શું બન્યું હતું