ગુજરાત

gujarat

ETV Bharat / state

સંસારના ભૌતિક સુખનો ત્યાગ કરી સુરતના બે બાળકો દીક્ષા લેશે - gujarat

સુરત: રમવા અને શાળા જવાની ઉંમરમાં શું કોઈ નાનો બાળક દીક્ષા લેવાનું વિચારી શકે ? માનવજીવનના ભૌતિક સાધનોના નશ્વર થવાને વાસ્તવિકતાથી વાકેફ થઈ માત્ર 12 વર્ષના જીનેશ દીક્ષા લેવા જઈ રહ્યો છે. આટલી નાની ઉંમરે જીનેશ જ્યારે જૈન ધર્મ અને દીક્ષા વિશે પોતાનો વિચાર વ્યક્ત કરે છે, ત્યારે તેને સાંભળી લોકો પણ સ્તબ્ધ થઈ જાય છે. અમદાવાદમાં માર્કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકનો બાર વર્ષીય પુત્ર આગામી ઓગસ્ટ માસમાં દીક્ષા ગ્રહણ કરી સાંસારીક સુખોનો ત્યાગ કરવા જઈ રહ્યો છે.

બાળકો તમામ ભૌતિક સુખોને ત્યાગી સંયમનો માર્ગ અપનાવશે

By

Published : Jul 19, 2019, 10:00 PM IST

અમદાવાદમાં રહેતા અને માર્કેટિંગમાં નોકરી કરતા વિમલ પારેખનો માત્ર બાર વર્ષનો દીકરો જીનેશ દીક્ષા લેવા જઈ રહ્યા છે. માત્ર 12 વર્ષની ઉંમરે જીનેશ દીક્ષા લઇ જૈન મુનિ બની જશે.9 મી ઓગસ્ટના રોજ સુરત ખાતે મુમુક્ષુ જીનેશ આચાર્ય ગુણરત્નસૂરિશ્વરજી મહારાજના સાનિધ્યમાં દીક્ષા લેશે.આચાર્યના આત્મકલ્યાણ શિબિરમાં ભાગ લીધા બાદ જીનેશ એ દીક્ષા લેવા માંગ કરી હતી.જીનેશના દીક્ષા લીધા બાદ પાંચ વર્ષ પછી પરિવાર સાથે માતા-પિતા અને નાની બહેન પણ દીક્ષા લેશે.અત્યાર સુધીમાં જીગ્નેશના પરિવારમાં નજીકના પાંચ જણાએ દીક્ષા લીધી છે. જીનેશની વાત કરીએ તો માત્ર ત્રણ મહિનામાં તેણે 750 કિલોમીટર વિહાર કર્યું છે.પોતાની દીક્ષા અંગે જીનેશે જણાવ્યું હતું કે જેટલી નાની ઉંમરે દીક્ષા લેવામાં આવશે એટલું જ્ઞાન ભવિષ્યમાં મેળવી શકાશે.જીનેશને સાંસારીક જીવનમાં એટલું સુખ જોવા નથી મળી રહ્યું જેટલું સુખ સાધુ જીવનમાં મળે છે.

બાળકો તમામ ભૌતિક સુખોને ત્યાગી સંયમનો માર્ગ અપનાવશે

સુરતમાં કાપડ વેપારીનો 14 વર્ષીય પુત્ર સંયમના માર્ગે જવા તૈયાર થઇ ગયો છે.તો સ્વયં પણ જીનેશની સાથે દીક્ષા ગ્રહણ કરશે અને જૈનમુનિ બની જશે. દીક્ષાના વિચાર આવ્યા પહેલા સ્વયં સોફ્ટવેર એંજિનિયર બનવા માંગતો હતો,પરંતુ ગેજેટ પ્રિય સ્વયંને લાગ્યું આ ભૌતિક નશ્વર છે. જેથી તેણે દીક્ષા લેવાનું વિચાર્યું હતું.ત્યારે ડાયમંડ ક્ષેત્રે પાંત્રીસ હજાર પગાર પાડતો સંકેત પણ સંયમનો માર્ગ અપનાવવા જઇ રહ્યો છે.

9 મી ઓગસ્ટના રોજ આચાર્ય ગુણરત્નસુરિશ્વરજી મહારાજના સાનિધ્યમાં આ તમામ દીક્ષા લેશે. સંકેતે ધોરણ 12 પછી હીરાઉદ્યોગમાં નોકરી શરૂ કરી હતી.35 હજારની નોકરી કરી રહેલા સંકેતને જ્યારે પરિવારના લોકોએ લગ્ન કરવા અંગે ક્યું ત્યારે સંકેતને આ ભૌતિક જીવનમાંથી મોહ ન હોવાનું જણાવ્યું હતું અને દીક્ષા લેવાની ઇચ્છા પરિવાર સામે પ્રગટ કરી હતી. ત્યારબાદ પરિવારની સંમતી મળતા સંકેત પણ સારી નોકરી છોડી દીક્ષા લેવા જઈ રહ્યો છે.સંકેતને ડાયમંડ ક્ષેત્રે મળી રહેલા પગાર અને સાંસારીક જીવનમાં તે સુખોના લાગ્યા,જે સાધુ જીવનમાં મળે છે.જેથી તેને શિબિરમાં ભાગ લીધો અને ત્યારબાદ વિહાર કરી દીક્ષા લેવાનું નક્કી કર્યું.સંકેતના પિતા પણ એક ડાયમંડ વેપારી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details