ગુજરાત

gujarat

ETV Bharat / state

પોલીસ જવાન અને વાહનચાલકોને માસ્કનું વિતરણ, સેનેટાઈઝરનો ઉપયોગ કરવા અપીલ - સુરત તાજા સમાચાર

કોરોના વાઈરસને લઈને લોકોમાં ફેલાઇ રહેલા ખોટા ભ્રમ દૂર કરવા સુરત જૈન સોશિયલ ગ્રુપ નક્ષત્ર દ્વારા અઠવાગેટ વિસ્તારમાં આવેલા ટ્રાફિક માર્ગ પર TRB પોલીસ જવાન સહિત વાહનચાલકોને માસ્કનું વિતરણ કરી સેનેટરાઈઝનો ઉપયોગ કરવા જાહેર અપીલ કરી હતી.

પોલીસ જવાન સહિત વાહનચાલકોને માસ્કનું વિતરણ, સેનેટરાઈઝનો ઉપયોગ કરવા કરી અપીલ
પોલીસ જવાન સહિત વાહનચાલકોને માસ્કનું વિતરણ, સેનેટરાઈઝનો ઉપયોગ કરવા કરી અપીલ

By

Published : Mar 19, 2020, 8:30 PM IST

સુરત: ભારતમાં કોરોના વાયરસ લઈને હાહાકાર મચ્યો છે. જોકે, કોરોના વાઈરસના કહેર વચ્ચે લોકોમાં અલગ-અલગ શંકા-કુશંકાઓ તેમજ ખોટા ભ્રમ ફેલાઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને સોશિયલ મીડિયા પર કોરોના વાઈરસને લઈને જે પ્રકારે ખોટા મેસેજ ફરતા કરવામાં આવી રહ્યા છે અને તેને લઇ લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે, ત્યારે લોકોમાં જાગૃતિ લાવવા માટે સુરત જૈન સોશિયલ ગ્રુપ નક્ષત્ર દ્વારા સુરતના અઠવાગેટ વિસ્તારમાં ટીઆરબી તેમજ પોલીસ જવાન સહિત વાહન ચાલકોને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા.

પોલીસ જવાન સહિત વાહનચાલકોને માસ્કનું વિતરણ, સેનેટરાઈઝનો ઉપયોગ કરવા કરી અપીલ

સાથે જ જનજાગૃતિના ભાગરૂપે જાહેર રસ્તાઓ પર હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. ખોટા મેસેજથી દુર રહેવા વાહન ચાલકોને જાહેર અપીલ કરવામાં આવી હતી. ઉપરાંત કોરોના વાયરસ સામે સાવચેતી રાખવા પણ સૂચન કરવામાં આવ્યા હતા. જૈન સોશિયલ ગ્રુપ નક્ષત્ર દ્વારા અઠવાગેટ ખાતે આવેલા ટ્રાફિક માર્ગ પર વાહન ચાલકોને વિના મૂલ્યે માસ્ક આપવાની સાથે સેનેટરાઈઝ પણ કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details