સુરત: એરપોર્ટ પર ભુવનેશ્વર ફલાઈટથી આવેલા તમામ યાત્રીઓને માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઓરિસ્સાના ભુવનેશ્વરથી સુરત આવેલા યાત્રીઓમાં કોરોના વાયરસની જાગૃતિ આવે આ હેતુથી ઓડિશા પ્રવાસી પરિવાર સંસ્થા દ્વારા સરકાર માન્ય માસ્ક અને સેનેટાઈઝર આપવામાં આવ્યું હતું.
ભુવનેશ્વરથી સુરત એરપોર્ટ પર આવેલા યાત્રિકોને માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ
વિશ્વભરમાં કોરોના વાયરસને મહામારી ઘોષિત કરવામાં આવી છે. દિન-પ્રતિદિન ભારતમાં પણ કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓની સંખ્યા વધી રહી છે, ત્યારે સુરતમાં રહેતા ઓડીસા પ્રવાસી પરિવાર સંસ્થાએ કરોના વાયરસની જાગૃતિ માટે ભુવનેશ્વરથી સુરત એરપોર્ટ ખાતે આવનાર ફ્લાઇટના તમામ યાત્રીઓને માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ કર્યું હતું.
ભુવનેશ્વર
સુરતમાં આશરે સાત લાખથી વધુ ઓડિશા સમાજના લોકો વસે છે. હાલ જ ભુવનેશ્વરની ફ્લાઇટ પણ સુરત સાથે કનેક્ટ થઇ છે. મોટાભાગના લોકો વેપાર અર્થે સુરત આવે છે. આ લોકો આ વાયરસ અંગેની જાગૃતિ આવે તેવા હેતુથી તેઓને માસ્ક અને સેનેટાઈઝર આપવામાં આવ્યું હતું.