- ખોલવડ ખાતે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઇ
- સ્થાનિકોએ 30 દિવસની મુદ્દતની કરી માગ
- સ્થાનિકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું
સુરતઃખોલવડ ખાતે 40 થી 45 ઘરોનું ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને લઈને સ્થાનિકો દ્વારા 30 દિવસની મુદ્દત આપવામાં આવે તેવી માગ સાથે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદન પાઠવવા આવેલા લોકોમાં નાના બાળકો અને મહિલાઓ પણ જોડાઈ હતી
સુરતઃ ખોલવડ ગામમાં ડિમોલિશનની કામગીરીને લઇને કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું સ્થાનિકો દ્વારા સુરત કલેક્ટરને આવેદન
સુરતના ખોલવડ ગામમાં ST, SC, OBC તેમજ માયનોરીટી વર્ગના લોકો રહે છે, ત્યાં સરકારી પ્રોજેક્ટ આવતા ત્યાં 40 થી 45 ઘરોનું ડિમોલિશન હાથ ધરવામાં આવનાર છે. જેને લઈને સ્થાનિકોએ રેલી યોજીને સુરત કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું આવ્યું હતું. જેમાં માગ કરવામાં આવી હતી કે, એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે. તેવામાં આ ડિમોલિશન યોગ્ય નથી અને તેઓને બે મહિનાની મુદ્દત આપવામાં આવે તેમ જ રહેઠાણની અન્ય સુવિધા કરવામાં આવે તેવી આવેદન સાથે માગ કરી હતી.
સોશિયલ ડિસટન્સનો ભંગ
આવેદન આપતા સમયે અહી કોરોનાની ગાઈડ લાઈનનો પણ ભંગ થયો હતો. જેમાં કેટલાક લોકો માસ્ક વગર ફરતા દેખાયા હતા અને સોશિયલ ડિસટન્સનો પણ ભંગ થયો હતો. જેથી પોલીસે પણ અહી સતત સુચના આપી કાર્યવાહી કરવી પડી હતી.