ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં દારૂબંધી હટાવી દારૂમાં છૂટ આપવા અખિલ ભારતીય હિંદુ મહાસભા ગુજરાત પ્રદેશની માગ

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો સદંતર નિષ્ફળ ગયો હોવાનો આક્ષેપ અખિલ ભારતીય હિંદુ મહાસભા ગુજરાત પ્રદેશ દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતમાં દારૂબંધી હટાવી રાજ્ય સરકારે દારૂની છૂટ આપવા અંગે માગ કરવામાં આવી છે.

Akhil Bharatiya Hindu Mahasabha
અખિલ ભારતીય હિંદુ મહાસભા

By

Published : Jun 10, 2020, 11:58 AM IST

સુરત: અખિલ ભારતીય હિંદુ મહાસભા ગુજરાત પ્રદેશ દ્વારા પત્રકાર પરિષદ યોજી દારૂબંધીના કાયદા સામે સવાલ ઉભા કરવામાં આવ્યા છે. આ અંગે અખિલ ભારતીય હિંદુ મહાસભાના ગુજરાત પ્રદેશ સચિવ જયેશ પંચાલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, દારૂબંધીનો કાયદો ઇ.સ.1960 માં અમલી બન્યો હતો. પરંતુ હમણાં સુધીની સરકાર દારૂબંધીના આ કાયદાનું અમલીકરણ કરાવવામાં નિષ્ફળ ગઈ છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂનો વેપાર થાય છે. સામાન્ય નાગરિક દારૂના નશામાં પકડાઈ છે તો કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડે છે. ગુજરાત બહાર અન્ય રાજ્યમાં છૂટ છે. દારૂબંધી હટાવવામાં આવે તો સરકારને થતું નુકસાન અટકાવી શકાય તેમ છે.

ગુજરાતમાં દારૂબંધી હટાવી દારૂમાં છૂટ આપવા અખિલ ભારતીય હિંદુ મહાસભા ગુજરાત પ્રદેશની માંગ

જેથી ગુજરાતમાં ધારાધોરણો પ્રમાણે દારૂની છૂટછાટ આપવામાં આવવી જોઈએ. આ અંગે સુરત સહિત તમામ જિલ્લાના કલેકટરોને પણ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. સરકાર આ મામલે ખૂબ જ વિચારવિમર્શ કરી નિર્ણય કરે તેવી અખિલ ભારતીય હિંદુ મહાસભાએ માગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details