સુરતઃકુદસદના મુન્ના એજન્સી(Munna Agency of Kudsad) ખાતે બનેલી હત્યાનો ભેદ પોલીસે ગણતરીની( Crime in Surat)કલાકો ઉકેલી નાખ્યો હતો,સામાન્ય બોલચાલીમાં હત્યારા મિત્રએ જ બીજા મિત્રને ( friend killed another friend )માથામાં તીક્ષ્ણ હથિયાર મારી ઢીમ ઢાળી દીધું હોવાનું પોલીસ સમક્ષ કબલ્યુ હતું.
પોલીસે ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો
ગત 15 તારીખના રોજ ઓલપાડ તાલુકાના કુદસદ ગામ (Kudsad village of Olpad taluka)ખાતે આવેલા મુન્ના એજન્સીમાં ઘરમાં એકલા રહેતા વૃદ્ધનીહત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ ઘટનામાં પોલીસે લાશ આજુબાજુ ઝીણવટ ભરી તપાસ કરતા પોલીસને કોન્ડોમ,તૂટેલી બંગડીઓ,મરચાની ભૂકી તેમજ લોહીથી લથપથતા કપડાં અને પેચ્યું,ચપ્પુ તીક્ષ્ણ હથિયાર મળી આવ્યા હતા. કીમ પોલીસે (Surat Kim Police )તેમજ અન્ય પોલીસ એજન્સીએ હત્યારાના કોલર પકડવા ચક્રોગતિમાન કર્યા હતા, ત્યારે હત્યારો સુરત જિલ્લો મૂકી ફરાર થાય તે પહેલાજ કીમ પોલીસે દબોચી લીધો હતો. સૌ પ્રથમ પોલીસે હત્યારની પૂછપરછ કરતા તેને પોલીસને કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો,કીમ પોલીસે હત્યારાને વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ ( murder at kudsad resolved)કરતા ગુનો કબૂલ્યો હતો.