ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં SDCAની ચૂંટણીનો માહોલ, ક્રિકેટર મુનાફ પટેલે કર્યો પ્રચાર

ક્રિકેટર મુનાફ પટેલે સુરતના લાલબાઈ સ્ટેડિયમના મેમ્બરોને ચૂંટણી વિશે સમજ આપી હતી અને કેન્દ્ર સરકારના કાર્યો વિશે ચર્ચા કરી વોટનું મહત્વ સમજાવ્યું હતું.

ક્રિકેટર મુનાફ પટેલ
ક્રિકેટર મુનાફ પટેલ

By

Published : Feb 7, 2021, 12:09 PM IST

  • મુનાફ પટેલે લાલબાઈ સ્ટેડિયમના મેમ્બરોને ચૂંટણી વિશે સમજ આપી
  • મુનાફ પટેલે સમજાવ્યું વોટનું મહત્વ
  • 70 વર્ષ પછી ભારતનો વિકાસ થયો છે: મુનાફ પટેલ

સુરત: ક્રિકેટર મુનાફ પટેલ સુરતના મહેમાન બન્યા હતા. તેમણે સુરતના લાલબાઈ સ્ટેડિયમના મેમ્બરોને ચૂંટણી વિશે સમજ આપી હતી. જેમાં તેમણે ભારતમાં થઇ રહેલા પરિવર્તનને લઈને વાતો કરી હતી. તેમણે કહ્યું કે, ભારતમાં નવી ટેકનોલોજીનો અને નવી તકનીકોનો છેલ્લા 70 વર્ષમાં ન થયો હોય તેનાથી વધુ વિકાસ છેલ્લા છ વર્ષમાં જોવા મળ્યો છે અને તે ભારતની જનતાને દેખાઈ પણ રહ્યો છે. લોકોને હવે સરકારનું કામ દેખાઈ રહ્યું છે. કોઈને તક આપો, ટ્રાઈ કરો તો જ ખબર પડશે.

શહેરમાં વિકાસ જોવા માંગો છો તો તક આપી જુઓ

સુરત લાલભાઈ સ્ટેડિયમના મેમ્બરોને ક્રિકેટર મુનાફ પટેલે વધુમાં કહ્યું કે, હાલ ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીનો રંગ દેખાઈ રહ્યો છે. ત્યારે તમે તમારા શહેરમાં વિકાસ જોવા માંગો છો તો કોઈને તક આપી જુઓ અને ટ્રાય કરો, તમને ખબર પડી જશે કે, કોણ શહેરનો વિકાસ કરે છે અને કોણ કરતું નથી. ફક્ત બે મોટી-મોટી વાતો કરીને તમારી સાથે તમારા વોટ ઉપર તેઓ વિશ્વાસઘાત કરી જાય છે અને તમને ખબર પણ નથી પડતી.

70 વર્ષ પછી મળી છે તક

ઉપરાંત તેમણે કહ્યું કે, તમને 70 વર્ષ પછી તક મળી છે, તે તકને ગુમાવશો નહીં. 70 વર્ષ પછી ભારતનો વિકાસ થયો છે, જે પણ પરિવર્તનો જોવા છે તે વર્તમાન સરકાર સિવાય એટલે કે ભાજપ સરકાર સિવાય બીજુ કોઈ કરી શકતું ન હતું. આ બધો જ વિકાસ અને નવી ટેકનોલોજી ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા એજન્ડા તૈયાર કરીને તમારી સમક્ષ મૂકવામાં આવ્યા છે. જેથી તમે તમારા દ્વારા આપવામાં આવેલા વોટની કિંમત સમજી શકો અને જાણી શકો.

ABOUT THE AUTHOR

...view details