સુરતમાં આજકાલ હત્યા જેવી ઘટનાઓ સામાન્ય બનતી જઈ રહી છે. સુરતમાં હત્યાઓનો ગ્રાફ સૌથી વધુ ઊંચો જઈ રહ્યો છે. ત્યારે હત્યાના બનાવમાં વધુ એક ઉમેરો થયો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ આવિર્ભાવ સોસાયટી 1માં રહેતા મુન્નાભાઈ સમુંડાભાઈ આમલિયાની તેમની જ પત્નીના પિતરાઈ ભાઈએ કરપીણ હત્યા કરી દીધી છે.
સુરતમાં નજીવી બાબતે પિતરાઈ ભાઈએ કરી બહેનના પતિની હત્યા - gujarati news
સુરત: પાંડેસરા વિસ્તારમાં નજીવી બાબતે બહેનના પિતરાઈ ભાઈએ પતિની કરપીણ હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો છે. પાંડેસરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પાંડેસરા પોલીસે આગળની તપાસ હાથ ઘરી છે. દરવાજો ખોલવાની નજીબી બાબતે બોલાચાલી થયા બાદ હત્યા કરવામાં આવી હોવાનું કારણ પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું છે.
સુરતમાં નજીવી બાબતે પિતરાઇ ભાઈએ કરી બહેનના પતિની હત્યા
શનિવારની રોજ મોડી રાત્રી દરમિયાન બંને વચ્ચે ઘરનો દરવાજો ખોલવા બાબતે સામાન્ય બોલચાલ થઈ હતી. જે બાદ બોલાચાલ મારામારી સુધી પોંહચી જતા પિતરાઈ કાળુભાઇ માલાભાઈ માવીએ ઘરમાં રહેલ લાકડાનો ધોકો ઉઠાવી માથા અને ગાલના ભાગે મારી હત્યા કરી દીધી હતી.
હત્યા બાદ આરોપી ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણકારી મળતા પાંડેસરા પોલીસે સ્થળ પર પોંહચી તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટ - મોર્ટમ અર્થે સુર નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આરોપીની શોધખોળ શરૂ કરી છે.