ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા 11 કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ

શહેરના કતારગામમાં આજે ગુરુવારે આવેલા 26 કોરોના પોઝિટિવ કેસમાંથી 11 કેસ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા કર્મચારીઓના આવ્યા છે. જેથી સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું કે, 1 કેસથી વધુ કેસ હશે તેવા ડાયમંડ યુનિટો 14 દિવસ બંધ રાખવામા આવશે. કતારગામ ઝોનમાં પણ આઈલેન્ડ સ્ટ્રેટેજી મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

26માંથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા 11 કર્મચારીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ
26માંથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા 11 કર્મચારીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ

By

Published : Jun 11, 2020, 10:37 PM IST

સુરત : શહેરમાં આજરોજ ગુરૂવારે 78 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સુરતમાં 56 અને જિલ્લામાં 22 કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં શહેરમાં વધુ બે દર્દીઓના મોત સાથે કુલ મૃતયાંક 95 પર પહોંચ્યો છે. જેમાં કતારગામની 65 અને સેન્ટ્રલ ઝોનની 67 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું છે. આ બંને મહિલા દર્દીઓે ડાયાબિટીસની બીમારી અને હાયપરટેનશનથી પીડિત હતી.

ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા 11 કર્મચારીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ
શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 2366 પર પહોંચી છે. જ્યારે જિલ્લામાં 209 કેસ સામે આવ્યા છે. શહેર અને જિલ્લામાં મળી કુલ 2575 કેસ નોંધાયા છે. જેમાં આજરોજ ગુરુવારે વધુ 59 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા છે. જ્યારે જિલ્લામાં 4 દર્દીઓ સાજા થયા છે. સુરત સહિત જિલ્લાના અત્યાર સુધી 1664 દર્દીઓ ડિસ્ચાર્જ મેળવી ચૂક્યા છે. આજરોજ ગુરુવારે શહેરમાં સૌથી વધુ કતારગામના 26, સેન્ટ્રલ ઝોનના 8 અને ઉધનાના 8 કેસ પોઝિટિવ સામે આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details