ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં હેન્ડ પંપ માટે રૂપિયા ન ફાળવાયા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

સુરત : જિલ્લામાં હાલ છેલ્લા દોઢ દાયકા કરતા વધુ ગરમી જોવા મળી રહી છે. ત્યારે ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા હેન્ડ પંપ માટે એક પણ રૂપિયો ન ફાળવાયો હોવાનો ઘટસ્ફોટ કોંગ્રેસના નેતા દર્શન નાયક દ્વારા કરાયો છે.

By

Published : May 4, 2019, 12:17 PM IST

સ્પોટ ફોટો

દર્શન નાયકે જણાવ્યું કે, પીવાના પાણીની સવલત પૂરી પાડવી તે આપણી મહત્વની જરૂરિયાત છે. ત્યારે વર્ષ દરમિયાન 2016-17માં જ્યારે 5.28 કરોડ રૂપિયા ફાળવાયા હતા. જ્યારે વર્ષ 2017-18માં 4.27 કરોડ સુરત જિલ્લા પંચાયતને ફાળવાયા હતા. હવે ચાલુ વર્ષે એક પણ રૂપિયો ફાળવાયો નથી. છેલ્લા બે વર્ષમાં અંદાજે 2 હજાર હેન્ડ પંપ નખાયા હતા. તેની સામે આજદિન સુધી એક પણ હેન્ડ પંપ ચાલુ વર્ષે કરાયો નથી.

હેન્ડ પંપ માટે રૂપિયા ન ફાળવાયા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

તો સુરત જિલ્લા પંચાયત શાસકો એમ કહે છે. કે હાલમાં ગટર અને રોડ રસ્તા વધારે પ્રાયોરેટીમાં છે. તેથી આ ફાળવણી કરાઈ નથી. આમ જિલ્લા પંચાયતના શાસકોની વહીવટી અણઘડતાની આકરી ઝાટકણી દર્શન નાયકે કરી હતી.

ABOUT THE AUTHOR

...view details