સુરતઃ તમામ કન્ટેન્ટમેન્ટ અને નોન કન્ટેન્ટમેન્ટ વિસ્તારની જાણકારી પાલિકા પાસેથી માંગી છે અને ત્યારબાદ વિસ્તાર પ્રમાણે માર્કેટ નામ જાહેર કરી કઈ માર્કેટ શરૂ કરવામાં આવશે. આ અંગેની તેની જાણકારી વેપારીઓને આપવામાં આવશે.
કાપડના વેપારીઓને ખબર જ નથી કે તેમની માર્કેટ ક્યા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવે છે
સુરતમાં પાલિકાની અને સુડાના હદ વિસ્તારમાં આશરે 185 જેટલી માર્કેટમાં આવેલી છે. પરંતુ 90 ટકા જેટલી માર્કેટ કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં આવતા વેપારીઓ પણ માર્કેટ શરૂ કરવા અંગે મુંઝવણમાં છે. કારણ કે, મોટા ભાગના વેપારીઓને તેમની માર્કેટ કયાં વિસ્તારમાં આવેલી છે તેની જાણકારી નથી.
જ્યારે વેપારીઓ માની રહ્યા છે કે, એક સાથે જ તમામ માર્કેટ શરૂ કરવામાં આવે. માત્ર સારોલી જ એક એવો વિસ્તાર છે. જે ગ્રીન ઝોનમાં આવે છે. જ્યાં 17 ટકા માર્કેટ આ વિસ્તારમાં આવેલી છે. જેથી સુરત કાપડ માર્કેટને શરૂ થવામાં આશરે એક સપ્તાહનો સમય લાગી શકે છે. ફોસ્ટાએ જણાવ્યું છે કે, માર્કેટની સ્થિતિને જોતા હાલ શરૂ થાય તેવું લાગતું નથી. આ વિચારવા જેવી બાબત છે. તમામ માર્કેટ ખુલશે તો જ સારી બાબત રહેશે. સરકારથી આશા છે કે, તેઓ કોઈ આર્થિક સહાય પેકેજની જાહેરાત કરશે. MSME માં ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગના નાના વેપારીઓનો સમાવેશ થાય છે. વેપારીઓનો 10 હજાર કરોડનો માલ પ્રોસેસ હાઉસ અને ટ્રાન્સપોર્ટમાં પડ્યો છે. 20 લાખ કરોડના આર્થિક સહાય પેકેજથી ટ્રેડર્સને કોઈ ફાયદો થવાનો નથી.