હાલ ઉકાઈ ડેમમાં 1,27,840 ક્યુસેક આવક નોંધાઇ છે. છેલ્લા 4 દિવસથી સુરતમાં ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. જેથી હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
સુરત શહેરમાં મેઘ મહેર યથાવત, છ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ
સુરત: હવામાન વિભાગની આગાહીના પગલે સુરત શહેરમાં મેઘ મહેર યથાવત છે. જેમાં શહેરમાં છ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં નવા નીરની આવક શરુ થઈ છે.
રાત્રીના 12થી સવારના 6 કલાક સુધી નોંધાયેલ વરસાદ...
બારડોલી 19
મહુવા 9
ચોર્યાસી 30
ઓલપાડ 13
માંગરોળ 67
કામરેજ 50
સુરત 39
પલસાણા 29
માંડવી 68
સવારના 6થી 8 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ...
બારડોલી 23
મહુવા 65
ચોર્યાસી 61
ઓલપાડ 20
માંગરોળ 40
કામરેજ 43
ઉમરપાડા 332
સુરત 45
પલસાણા 17
માંડવી 52
ઉકાઈમાં 9 કલાકથી 12 કલાક સુધીની સપાટી...
339.97 ફૂટ
ઇનફ્લો :1,27,840 ક્યુસેક
આઉટફ્લો :1,27,840 ક્યુસેક
કાંકરાપાર 167.10
ડિશચાર્જ :1,25,200 ક્યુસેક
સુરત વિયર કમ કોઝવે 7.95 મીટર