ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં ચામુંડા ગ્રાહક સુરક્ષા મંડળના કાર્યકરને જાનથી મારી નાખવાની ધમકી

સરકાર તરફથી ગરીબી રેખા નીચે આવતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને આપવામાં આવતું સરકારી અનાજ લોકો સુધી પહોંચે તેવા પ્રયાસ કરતી સુરતની ચામુંડા ગ્રાહક સુરક્ષા મંડળના કાર્યકરને જાનથી મારી નાખવા અંગેની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી કરવામાં આવી છે.

Surat
સુરત

By

Published : Oct 8, 2020, 2:17 PM IST

સુરત : શહેરની ચામુંડા ગ્રાહક સુરક્ષા મંડળ છેલ્લાં ઘણા વર્ષોથી કાર્યરત છે, અને રજીસ્ટર્ડ સંસ્થા છે. જે સંસ્થા ગ્રાહકોને રાજ્ય સરકારની યોજનાઓ અને સરકાર તરફથી ગ્રાહકોને મળતા લાભો અંગે જાગૃત કરવાનું કાર્ય કરતી આવી છે. તેવી જ રીતે રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આપવામાં આવતું સરકારી અનાજ લોકો સુધી પહોંચે તેવા પ્રયાસ આ સંસ્થા હાલ કરી રહી છે. વ્યાજબી ભાવની દુકાન પરથી રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થા અંગે એક અભિયાન આ સંસ્થા ચલાવી રહી છે.

સુરતની ચામુંડા ગ્રાહક સુરક્ષા મંડળના કાર્યકરને જાનથી મારી નાખવાની ધમકી

જે દરમ્યાન સંસ્થાના કાર્યકરો ગત રોજ સચિનના લાજપોર ગામે ગયા હતા, જ્યાં રેશનકાર્ડ ધારકોને જાગૃત કરવા માટે તેઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા. આ વેળાએ અંકુર મોદી સહિત અન્યો શખ્સો ત્યાં આવી ચઢ્યા હતા. જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના રેશનકાર્ડ ધારકોને જાગૃત કરી રહેલ સંસ્થાના કાર્યકર મનીષ સોલંકીને આ શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલુ જ નહીં ગ્રાહકોને ઉશ્કેરવાનું કામ કરો છો તેમ કહી ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું હતું. જે બાદ જાતિ વિષયક ગાળો પણ આપી હતી. ત્યારે માનવ સેવાના કાર્યો કરતી સંસ્થાના સભ્યોએ સુરત પોલીસ કમિશનરને આ અંગે આવેદનપત્ર પાઠવી કાર્યવાહીની માંગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details