ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં અસામાજિક તત્વો તોડફોડ કરીને હપ્તો ઉઘરાવતાં CCTVમાં કેદ

સુરતઃ ડિંડોલી વિસ્તારમાં કરિયાણાના વેપારીઓ સહિતના દુકાનદારોને ધાક ધમકી આપીને અસામાજિક તત્વો તોડફોડ કરીને હપ્તો ઉઘરાવતાં CCTVમાં કેદ થયા હતા. CCTVના આધારે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતઃ
સુરતઃ

By

Published : Dec 3, 2019, 4:30 AM IST

નવાગામ ડિંડોલી વિસ્તારમાં આવેલા ઋષિકેશ એવન્યુ એપાર્ટમેન્ટમાં કરિયાણાની દુકાન આવી છે. આ દુકાનના વેપારીને ગમે ત્યારે આવીને ટપોરીઓ પાંચસો રૂપિયાથી 3 હજાર સુધીના હપ્તા વસૂલતાં હતા. આ વખતે આ અસામાજિક તત્વો આખરે CCTVમાં કેદ થયા છે. CCTVમાં તેઓ દુકાનની અંદર તોડફોડ કરતા પણ નજરે આવે છે.

અન્ય વેપારીઓ મુજબ અવાર નવાર ચપ્પુ અને તલવાર સાથે પણ આવી અસમાજિક તત્વો દુકાનમાંથી સામાન લઈ જાય છે અને CCTV તોડી નાખ્યા અને ડરાવવાની સાથે હેરાનગતિ કરે છે. CCTV ફૂટેજ અને વેપારીના ફરિયાદના આધારે ડીંડોલી પોલીસે ચાર લોકો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

સુરતમાં અસામાજિક તત્વો તોડફોડ કરીને હપ્તો ઉઘરાવતાં સીસીટીવીમાં કેદ

જેમાં દિનેશ સિરસાઠ, સંદિપ મધુકર ગવઈ, સમાધાન શાંતારામ વારૂડે અને રામુ નથ્થુ પરાતે નામના ઈસમો શામેલ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ડીંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને જાણે આ અસામાજિક તત્વો પર પોલીસનો ભય નથી.

ABOUT THE AUTHOR

...view details