ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતઃ બેન્ક ઓફ બરોડામાં બેન્ક કેશિયરે જ કરી છેતરપિંડી - વરાછા પોલીસે દિપેશની ધરપકડ કરી

સુરતઃ ડાયમન્ડ સીટી સુરત હાલ ક્રાઇમ સીટી બની રહ્યું છે, ત્યારે બેન્ક ઓફ બરોડાના વરાછાની ખાંડ બજાર શાખાના કેશિયરે મહિનામાં બેન્કમાં ગ્રાહકો દ્વારા જમા થતાં રુપિયામાંથી 36.52 લાખ બેન્કના સેફમાંથી કાઢીને તેના સ્થાને ચિલ્ડ્ર્ન બેન્ક ઓફ ઇન્ડિયા નામની બોગસ નોટો મુકવામાં આવી હતી. જ્યારે આ મામલો ચીફ મેનેજરના ઇન્સપેક્શનમાં કેશિયરનું આ કારસ્તાન સામે આવતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે હાલ કેશિયરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બેન્ક ઓફ બરોડામાં બેન્ક કેશિયરે જ કરી છેતરપિંડી

By

Published : Nov 4, 2019, 6:04 PM IST

શહેરના વરાછા મેઇન રોડ પર ખાંડબજાર ગરનાળા પાસે બેન્ક ઓફ બરોડાની બેન્ક આવેલી છે. આ બેન્કમાં દિપેશ નાનુભાઇ પટેલ નવેમ્બર 2018થી કેશિયર તરીકે નોકરી કરે છે. દિપેશ બેન્કમાં ગ્રાહક દ્વારા જમા થતાં રૂપિયા સ્વીકારવાનું અને ગ્રાહકોને રુપિયા આપવાનું કામ કરતો હતો.

સુરતઃ બેન્ક ઓફ બરોડામાં બેન્ક કેશિયરે જ કરી છેતરપિંડી

ઉપરાંત ગ્રાહકો દ્વારા જમા થતાં રુપિયા સેફ ડિપોઝીટ વોલ્ટમાં મુકવાનું પણ કામ કરે છે. જેનો લાભ ઉઠાવીને લાખો રુપિયાની ગોલમાલ કરી હતી. તે સમયે બેન્કના ચીફ મેનેજર બેન્કમાં ઇન્સપેક્શન માટે આવ્યા હતા. બેન્કના ચીફ મેનેજર દ્વારા સેફ ડિપોઝીટ વોલ્ટના કરાયેલા ઇન્સપેક્શનમાં અસલી ચલણી નોટોના સ્થાને ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયા નામની નકલી નોટો સામે આવી હતી. જે જોતા મેનેજરે તાત્કાલિક આ મામલે કડક પૂછપરછ હાથ ધરી હતી અને જેમાં આ નોટોની અદલ-બદલ કરવાની કબુલાત પણ થઇ હતી.

બેન્કની બહાર લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગ તો જોતા આવ્યા છીએ પરંતુ બેન્કમાં જ કર્મચારી દ્વારા ખેલ ખેલાયો કુલ 36.52 લાખની અસલી ચલણી નોટો કાઢીને તેના સ્થાને દિપેશ ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયાની નકલી નોટો મુકી દીધી હતી. બેન્કના મેનેજર રમણ મહેતાએ કેશિયર દિપેશ પટેલ વિરૂદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેના આધારે વરાછા પોલીસે દિપેશની ધરપકડ કરી અને બે દિવસના રિમાન્ડ પર મેળવ્યા હતા. આ તપાસમાં જાણવા મળ્યું કે, દિપેશે એક ફ્લેટ ખરીદ્યો, તેમાં થોડું પેમેન્ટ બેન્કમાં બદલેલી નોટથી કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details