- નગરપાલિકાના વોર્ડ નંબર 6ના અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ્દ
- વિગતો અધૂરી હોય ફોર્મ રદ્દ કરાયું
- જિલ્લા અને તાલુકામાં ડમીને બાદ કરતાં તમામ ફોર્મ મંજૂર
બારડોલી: સોમવારના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં માત્ર બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર 6માંથી અપક્ષ ઉમેદવારી કરનાર એક ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું હતું. જયારે જિલ્લા અને તાલુકા પંચાયતમાં એક પણ ફોર્મ રદ્દ થયું ન હતું
તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ડમીને બાદ કરતાં એક પણ ઉમેદવારી પત્ર રદ્દ ન થયું
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સોમવારના રોજ ઉમેદવારી પત્રો ચકાસણી કરવામાં આવી હતી. જેમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ડમીને બાદ કરતાં એક પણ ઉમેદવારી પત્ર રદ્દ થયું ન હતું. જ્યારે બારડોલી નગરપાલિકામાં વોર્ડ નંબર 6માં અપક્ષ ઉમેદવારનું ફોર્મ અધુરી વિગતોને કારણે રદ થયું હતું. બારડોલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સોમવારના રોજ ઉમેદવારીપત્રો ચકાસણી હાથ ધરવામાં આવી હતી.