ગુજરાત

gujarat

ETV Bharat / state

યુવતીના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરનારા ઇસમની ધરપકડ - ફેક એકાઉન્ટ

સુરત: પરિચિત યુવતીના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરનારા ઇસમની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ ફેક એકાઉન્ટ બનાવી યુવતી અને તેના પરિવારના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતાં.

યુવતીના ફોટો એફ.બી પર વાયરલ કરનારા ઇસમની ધરપકડ કરી હતી.

By

Published : Aug 29, 2019, 11:50 AM IST

કતારગામના મહારાષ્ટ્રીયન પરિવારે સુરતના સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પાડોશી યુવક નિલેશ ઉર્ફે દાદુ અનંદરાવ બાબુભાઇ પાટીલે યુવતી અને તેણીના પરિવારને બદનામ કરવા કાવતરુ કર્યું હતું. અગાઉ યુવતીના પરિવારે તેના વતનમાં પણ ફરિયાદ નોંધાવી હતી. જોકે પોતે એકાઉન્ટ ન બનાવ્યું હોવાનો બચાવ કર્યો હતો. દરમિયાન સુરત ખાતે પણ તેજ મોડ્સ ઓપરેન્ડીથી ઇસમે યુવતી અને તેના પરિવારના ફોટો સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ થકી વાયરલ કર્યો હતો.

જે ફરિયાદ બાદ સાયબર ક્રાઇમે આગળની તપાસ બાદ આરોપી નિલેશ ઉર્ફે દાદુ બાબુરાવ પાટીલની ધરપકડ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details