લોકસભાની સીટ માટે સુરત બેઠક પર અનેક અટકળો સેવતી હતી.નીતિન ભજિયાવાળાનું નામ તો ક્યાંય મહેશ સવાણીનું નામ ચર્ચામાં હતું. પરંતુ આ બેઠક પર ફરી એક વખત ભાજપે રિપીટ થિયરી અપનાવી છે. મૂળ સુરતી અને વર્તમાન સાંસદ દર્શના જરોદશને ફરી ત્રીજી વખત સુરતની લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. દર્શના બેનના નામની જાહેરાત થતા જ તેમના સમર્થકો મોટી સંખ્યામાં ભાજપ કાર્યલય ખાતે પહોંચી ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.
સુરતમાં ભાજપે દર્શના જરદોશને આપી ટીકિટ - gujarat
સુરત : ભાજપ માટે દેશની સૌથી સેફ સીટ ગણાતી સુરત લોકસભા બેઠક માટે આખરે નામ જાહેર કરવામાં આવ્યું છે. સુરત બેઠક પર ભાજપે ફરી એક વખત રિપીટ થિયરી અપનાવી છે. વર્તમાન સાંસદ દર્શના જરદોશને ફરી ત્રીજી વખત ટિકિટ આપવામાં આવી છે.
સ્પોટ ફોટો
દર્શના બેને જણાવ્યું હતું કે, પાર્ટી જે નિણર્ય લેશે તે સર્વોપરી હોય છે. ફરી એક વખત તેમને મેદાનમાં ઉતારવા બદલ તેઓ ખૂબ આભારી છે.આ મેદાનમાં બાજી મારવા તેઓ એડીચોટીનું જોર લગાવશે. પરંતુ આ વખતે સુરતીઓનો જનાદેશ શુ હશે. તે આવનારો સમય બતાવશે. પરંતુ ભાજપે અહીં રિપીટ થિયરી અપનાવતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ ચોક્કસ જોવા મળ્યો હતો.