સુરત:બિહાર રાજ્યમાં આવેલા કટિહાર જિલ્લામાં (Katihar Gang War) મોહના ઠાકુર અને પીંકુ યાદવ ગેંગ વચ્ચે વર્ચસ્વની લડાઈ અવર નવર ચાલતી હતી. બન્ને ગેંગ જમીન, પાણી અને મિલકતો ઉપર પોતાનો કબજો જમાવવા અવાર નવાર એકબીજા ઉપર હુમલો કરતા આવ્યા હતા. આ ગેંગવોરમાં 5 શખ્સોની ફાયરીંગ કરી હત્યા કરવામાં આવી હતી. (arrest four sharp shooter surat)
ગેંગવોરમાં 5 શખ્સોની હત્યા:આ બંને ગેંગ વિરુદ્ધ ઘણા ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. આ બંને ગેંગ વચ્ચે થોડા સમયથી ગંગા નદીના કાંઠે કાપની જમીનો ઉપર કબજો કરવામાં અણબનાવ ચાલુ હતો. જે બાબતની અદાવત રાખી બંને ગેંગ વચ્ચે 8 ડીસેમ્બર 2022 ના રોજ મોહન ઠાકુર ગેંગના 23 સાગરીતો અને પીંકુ યાદવ ગેંગના સાગરીતો વચ્ચે ભવાનીપુર ગામમાં ગેંગવોર થઇ હતી. આ ગેંગવારમાં બન્ને ગેંગ વચ્ચે હથિયાર અને દારૂગોળા સાથે એકબીજા ઉપર સામ સામે આશરે ત્રણેક કલાક સુધી ફાયરીંગ ચાલી હતી. આ ગેંગવોરમાં મોહના ઠાકુર ગેંગ દ્વારા પીંકુ યાદવ ગેંગના લીડર પીંકુ યાદવ સહીત અન્ય 4 શખ્સોની હત્યા કરી તેઓની લાશને ગંગા નદીના પાણીમાં નાખી દેવામાં આવી હતી. અને ત્યારબાદ તમામ સાગરીતો ફરાર થઇ ગયા હતા. (Gujarat and Bihar Police joint operation)
સંયુક્ત ઓપરેશન:ગેંગવોરમાં સામેલ આરોપીઓમાંથી 4 શખ્સોની સુરત શહેરમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ અંગેની જાણકારી મળતા જ બિહાર એસટીએફની ટીમ સુરત શહેરમાં આવી હતી અને બિહારમાં ગેંગવોરમાં 5 શખ્સોની હત્યા કરનાર આરોપીઓ સુરત શહેરમાં ફરતા હોય તેને પકડવા જરૂરી મદદ માંગી હતી. દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ અને બિહાર એસટીએફની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને ગોડાદરા દેવધ ચેકપોસ્ટ પાસેથી 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.