ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાટિયા ટોલનાકા વિવાદ : કોલેજમાં પત્રિકા અભિયાન હાથ ધરાયુ

સુરત : ભાટિયા ટોલનાકા પર સુરત અને બારડોલી પાસિંગના વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા ટોલટેક્સ બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ આંદોલનમાં લોકો જોડાઇ તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે. જે દરમિયાન યુવાઓ પણ આ આંદોલનમાં જોડાય તે માટે સમિતિ દ્વારા શહેરની અલગ-અલગ કોલેજમાં પત્રિકા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

bahtiya
સુરત

By

Published : Mar 4, 2020, 7:11 PM IST

સુરત : અઠવાલાઇન્સ ખાતે આવેલી એમટીબી કોલેજમાં તેમજ અન્ય કોલેજોમાં ટોલટેક્સ બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા વિધાર્થીઓને પત્રિકા વિતરણ કરવામાં આવી હતી. આ પત્રિકામાં આપવામાં આવેલ સરકારના પ્રતિનિધોઓના સંપર્ક નંબર પર કોલ કરી સ્થાનિક વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માગ અને રજુઆત કરવામાં આવે તેવી અપીલ વિધાર્થીઓ પાસે કરી હતી.

ભાટિયા ટોલનાકા

ટોલટેક્સ સમિતિની આ લડતમાં બારડોલી અને સુરત જિલ્લાના મોટાભાગના ગામડાઓ તેમજ અલગ-અલગ સંસ્થાઓ દ્વારા સંપૂર્ણ ટેકો જાહેર કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અંગે સુરતના મેયરને પણ આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી છે. જ્યાં મેયરે સરકારના પ્રધાનો સમક્ષ આ રજુઆત મૂકવાની હૈયા ધરપત આપી છે.

ABOUT THE AUTHOR

...view details