ગુજરાત

gujarat

ETV Bharat / state

બારડોલીમાં હિટ એન્ડ રનની ઘટના, ભાજપ મહામંત્રીએ રાહદારીને અડફેટે લીધાની ચર્ચા - ભાજપ મહામંત્રી

સુરતઃ જિલ્લાના બારડોલી ભાજપના મહામંત્રીની કારે એક રાહદારીને અડફેટે લીધા હોવાની ઘટના નોંધાઈ છે. કાર મહામંત્રીની હોવા છતાં ઘટના પર પડદો નાખી દેવાના પ્રયત્નો પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યાં હોવાના આક્ષેપ ઉઠ્યા છે.

bardoli

By

Published : Jul 25, 2019, 11:48 PM IST

સુરત જિલ્લાના બારડોલીમાં રવિવાર મોડી રાત્રે તલાવડી મેદાન નજીક રોડ ઉપરથી પસાર થઈ રહેલા યુવકને કારે અડફેટમાં લીધો હતો. આ કાર તાલુકા ભાજપ મહામંત્રી પરીક્ષિત દેસાઈની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વળી, કારમાંથી દારૂ પણ મળ્યો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ પૂર ઝડપે પરિશ્રમ પાર્ક સુધી હંકારીને જવાની ઘટનામાં ટોળાએ કારનો પીછો કરતાં પરિક્ષિત દેસાઈને પકડીને ટપલીદાવ પણ કરાયો હોવાનું લોકો જણાવી રહ્યાં છે.

બારડોલીમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી, ભાજપ મહામંત્રીએ રાહદારીને અડફેટે લીધાની ચર્ચા

ઘટના સંદર્ભે ભારે ઉહાપોહ થયા બાદ બારડોલી પોલીસે ભોગ બનનાર નવીનકુમારની ફરિયાદ લઈ કારચાલક સામે ગુનો નોંધ્યો છે. પરંતુ પરિક્ષિત દેસાઈ ગાયબ હોવાથી પોલીસે પ્રોહીબિશન ગુનો નોંધી લાચારી દર્શાવી છે. જો કે, કારચાલક કોણ હતું તેના કરતાં વધારે કાર પરિક્ષિત દેસાઈની હતી તે વાસ્તવિકતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે. પરંતુ પોલીસ દ્વારા તેમને છાવરવામાં આવતા હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. તેમજ પોલીસ રાજકીય દબાણવશ કામગીરી કરી રહી હોવાનું લોકો જણાવી રહ્યાં છે. ત્યારે હવે આ ઘટના સંદર્ભે ભાજપ પરિક્ષિત દેસાઈ સામે શિસ્ત ભંગના પગલાં લેશે કે કેમ? તે જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details