સુરતઃ શહેરમાં આશરે 8 લાખથી વધુ ઉત્તર ભારતના લોકો રહે છે. જેમાંથી ભારતીય જનતા પાર્ટીના(Bharatiya Janata Party) ઉત્તર ભારતીય નેતાઓ મુજબ અઢી લાખ જેટલા મતદાતાઓ ઉત્તર પ્રદેશના છે. રોજીરોટી માટે સુરત આવેલા આ ઉત્તર પ્રદેશના મતદાતાઓ સુરતના વિકાસ કામ અને હાલ યુપીમાં જે યોગી સરકાર છે તેની કાર્ય પ્રણાલી મુજબ ભાજપને મત આપે આ માટે સુરતના ઉત્તર ભારતીય નેતાઓ (Appeal to vote in elections )સક્રિય થઈ ગયા છે. સુરતમાં તમામ જાતિના લોકોની સાથે સંપર્ક કરી એમને યુપી જઈને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. ખાસ કરીને જે પૂરવાંચલ વિસ્તાર છે ત્યાં ના લોકોને સુરતથી મોકલવામાં આવી રહ્યા છે. હાલના દિવસોમાં હોળી પણ છે અને લોકોને રજા પણ મળી રહેશે. આ બંને જોઈ તેમને મતદાન કરવા માટે સુરતના ઉત્તર ભારતીય નેતાઓ મિટિંગ કરી મતદાન કરવા આવાહન કરી રહ્યા છે.
50 ટકા જેટલા શ્રમિકો હાલ યુપીમાં છે
ભાજપના ઉત્તર ભારતીય નેતા (BJP North Indian leader)વિનય શુક્લાએ જણાવ્યું હતું કે લોકડાઉન સમયે લાખોની સંખ્યામાં હજારોની સંખ્યામાં શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા હતા. જે તે સમયે અમે તેમની લિસ્ટ બનાવી હતી. હાલ અમે મતદાન કરવા માટે આ શ્રમિકોને સંપર્ક કરી રહ્યા છે. 50 ટકા જેટલા શ્રમિકો હાલ યુપીમાં જ છે અને જે લોકો મતદાન કરવા ઈચ્છી રહ્યા છે તેમને અમે અહીંથી યુપી મોકલી પણ રહ્યા છે.