ગુજરાત

gujarat

ETV Bharat / state

અશોક ગેહલોત માટે આમ આદમી પાર્ટી કશું નથી, ભાજપ માટે તમતમતી પ્રતિક્રિયાઓ આપી

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Elections 2022 ) ની સત્તાવાર જાહેરાત નજીક છે. એવામાં રાજકીય પક્ષ પ્રચારની ચારેતરફ ધૂમ છે. કોંગ્રેસના ગુજરાત પ્રભારી અશોક ગેહલોત આ ઉદ્દેશથી સુરત ( Ashok Gehlot in Surat ) આવ્યાં હતાં. જ્યાં તેમણે ભાજપ ( BJP ) વિશે અને આમ આદમી પાર્ટી ( Aam Aadmi Party )ની ચૂંટણીલક્ષી વાતો વિશે અનેક મુદ્દા પર મંતવ્યો રજૂ કર્યાં હતાં.

અશોક ગેહલોત માટે આમ આદમી પાર્ટી કશું નથી, ભાજપ માટે તમતમતી પ્રતિક્રિયાઓ આપી
અશોક ગેહલોત માટે આમ આદમી પાર્ટી કશું નથી, ભાજપ માટે તમતમતી પ્રતિક્રિયાઓ આપી

By

Published : Oct 29, 2022, 5:44 PM IST

સુરત ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Elections 2022 ) માટે ચૂંટણી પંચ દ્વારા તારીખો ક્યારેય પણ એલાન થઈ શકે છે. ત્યારે રાજસ્થાનના મુખ્યપ્રધાન અને ગુજરાત વિધાનસભા ચૂંટણીના મુખ્ય પ્રભારી અશોક ગેહલોત સુરતની ( Ashok Gehlot in Surat )મુલાકાતે હતા. તેઓએ આમ આદમી પાર્ટી પાર નિશાન સાધતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ( Aam Aadmi Party )ને કોંગ્રેસ કશું સમજતી નથી. હાલ દેશમાં ભાજપ ( BJP )એક માત્ર પાર્ટી છે જે ચંદો લઈ રહી છે . ઉદ્યોગકારોને ઇડી અને ઇન્કમટેક્સની ધમકી આપવામાં આવે છે.

અનેક મુદ્દા પર મંતવ્યો રજૂ કર્યાં

ગૌરવ યાત્રા ફેઈલ કોંગ્રેસના ગુજરાત પ્રભારી અશોક ગેહલોતે જણાવ્યું કે ભાજપ ( BJP ) ચૂંટણી પંચ પર પ્રભાવ નાખે છે. હિમાચલ પ્રદેશ સાથે ચૂંટણી થવાની હતી. પીએમ મોદી રાજસ્થાનની મુલાકાતે છે. કદાચ ત્યાર પછી ચૂંટણીની જાહેરાત થાય. સ્થિતિ ખૂબ જ ગંભીર છે. દરેક વર્ગમાં અસંતોષ છે. મજબૂરીમાં લોકો સાથ આપી રહ્યા છે. ગૌરવ યાત્રા ફેઈલ થઈ રહી છે. કોંગ્રેસ તૈયાર છે. લોકો ભરમ ફેલાવી રહ્યા છે કે કોંગ્રેસ ક્યાંય પણ નથી. જોકે પીએમ મોદી કહી રહ્યા છે કોંગ્રેસ ગ્રાઉન્ડ પર કામ કરી રહી છે.

આપ પાસે ઉમેદવાર પણ નથી આપ પર નિશાનો સાધતા સીએમ અશોક કહ્યું હતું કે, ગામ માં જઈ આમ આદમી પાર્ટી ( Aam Aadmi Party ) ના લોકો પોતે ઇન્ટરવ્યૂ લે છે અને ઇન્ટરવ્યૂ આપનાર પણ આપના છે. લોકો સમજી રહ્યા છે. આપ પાસે ઉમેદવાર પણ નથી. આમ આદમી પાર્ટીને અમે કશું પણ સમજતા નથી. કોંગ્રેસથી નારાજ લોકો આપમાં ગયા. ઇન્દિરા ગાંધીએ પોતાનો જીવ આપી દીધો પણ ખાલિસ્તાનને આવવા નહીં દીધું. લોકતંત્રમાં દુશમની કોઈ સાથે નથી પરંતુ લોકતંત્રમાં આદર્શો હોય છે. ભાજપ લોકોને ફસાવે છે. આ લોકો ધર્મ પર મત માંગે છે.

ગેરેન્ટી આપી છે તે પ્રજાલક્ષી કોંગ્રેસના નેતા અનંત પટેલ પર થયેલ હુમલા અંગે તેઓએ કહ્યું કે જે આરોપી હતા તેમની જગ્યાએ બીજાની ઉપર કેસ કરવામાં આવ્યા. લોકો સામે પાસા કરવામાં આવે છે.આ વિચારધારાની વાતો અને પોલિસીની વાતો કરવાની જગ્યાએ બીજી વાતો થાય છે. જે રાહુલ ગાંધીએ જે વાતો કરી છે જે ગેરેન્ટી આપી છે તે પ્રજાલક્ષી છે.

રાજસ્થાન અને ગુજરાત રાજ્યમાં શું ફરક છેપીએમ મોદીને અપીલ કરી છે કે નવી પેંશન યોજના લાગુ કરવામાં આવે જે શેયર બજાર પર આ યોજના આધારિત રહેશે. અમે વિદ્યાર્થીઓ માટે કાર્ય કર્યું છે. અમે જનતાને બતાવીશું કે રાજસ્થાન અને ગુજરાત રાજ્યમાં શું ફરક છે.અહીં વિરોધ પ્રદર્શન કરવા પર કેસ કરવામાં આવે છે તેઓ બદલાની ભાવના રાખે છે.

ફાઈવ સ્ટાર કાર્યાલય બનાવી રહ્યા છે હાલ ચંદો પણ માત્ર એક પાર્ટી લે છે. ફાઈવ સ્ટાર કાર્યાલય બનાવી રહ્યા છે. આ લોકો 15 20 કરોડ આપે છે. ભાજપ ( BJP ) માં ક્યાંથી પૈસા આવે છે. ગુજરાત મોડલની વાત મોદીજી લઇને આવ્યા છે જે આર્ટિફિશિયલ છે. ઉદ્યોગપતિઓને ધમકી આપી અને લોકોને ઇડી અને ઇન્કમ ટેક્સની ધમકીઓ આપે છે.

ABOUT THE AUTHOR

...view details