ત્યારે સુરત કોર્ટ દ્વારા એક દિવસના વચગાળાના જામીન મંજુર કરવામાં આવ્યા છે. ખટોદરા પોલીસ ઘરફોડ ચોરીના ગુનાના આરોપસર ઓમપ્રકાશ પાંડે, રામગોપાલ પાંડે સહિત જયપ્રકાશ પાંડેની પોલીસ મથકે લઈ આવીને માર માર્યો હતો. આ ઘટનામાં પોલીસના મારથી ઓમપ્રકાશ પાંડેનું મોત થયું હતું. આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક રામગોપાલ પાંડે અને જયપ્રકાશ સામે ગુનો નોંધીને લાજપોર જેલ મોકલી આપ્યા હતા. જો કે મૃતક ઓમપ્રકાશ પાંડેની અંતિમ વિધિ બાકી હોવાથી તેનો પરિવાર પણ સુરત આવી રહ્યો છે.
ખટોદરા કસ્ટોડીયલ કેસ: મૃતક આરોપીના ભાઈના એક દિવસીય વચગાળાના જામીન મંજૂર - bail
સુરત :ખટોદરા પોલીસ મથકમાં ફરજ બજાવતા PI, PSI સહિત કુલ આઠ પોલીસ કર્મચારીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાદ તમામ પોલીસ કર્મચારીઓ ફરાર છે. જ્યારે બીજી ખટોદરા પોલીસ દ્વારા મૃતકના ભાઈ સહિત બે લોકો સામે ઘરફોડ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યાં બને આરોપીઓ હાલ લાજપોર જેલમાં બંધ છે. ત્યારે મૃતકના ભાઈના વચગાળાના જામીન માટે નામદાર કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
ખટોદરા કસ્ટોડીયલ કેસ: મૃતક આરોપીના ભાઈના એક દિવસીય વચગાળાના જામીન મંજૂર
ઓમપ્રકાશ પાંડેની અંતિમ વિધિ સમયે રામગોપાલની હાજરી જરૂરી હોવાથી અરજી સુરત કોર્ટમાં વકીલ દ્વારા કરવામાં આવી હતી. જેથી નામદાર કોર્ટે એક દિવસના વચગાળાના જામીન મંજુર કર્યા હતા. આ અંતિમ વિધિ પુરી કર્યા બાદ મંગળવારે ચાર વાગ્યા સુધી પરત કસ્ટડીમાં હાજર થવા પણ કોર્ટે સૂચન કર્યું છે. ત્યારે કાયમી જામીન માટે પણ કોર્ટમાં અરજી કરવામાં આવશે.