ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં 3 યુવકો પર જીવલેણ હુમલો, 1 યુવકનું મોત

સુરત : સચિન વિસ્તારમાં આઠથી દસ જેટલા અજાણ્યા ઈસમો દ્વારા ત્રણ યુવકો પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જૂની અદાવતના કારણે કરવામાં આવેલા આ હુમલાની ઘટનામાં ત્રણ પૈકીના એક યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવકોને ગંભીર હાલતમાં સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

મૃતક અખિલ પારેકર

By

Published : Jul 11, 2019, 1:06 PM IST

આ ઘટના બાદ તુરંત જ ઘટનાના પગલે સચિન પોલીસ સહિત ડીસીપી,એસીપી તેમજ જોઈન્ટ પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.સુરતમાં છેલ્લા બે માસ હત્યાની પાંચમી ઘટનાને લઇ કાયદો વ્યવસ્થાની સ્થિતી સામે સવાલ ઉભા થયા છે.અજાણ્યા ઈસમો દ્વારા થયેલા હુમલામાં મોતને ભેટેલો યુવાન અખિલ પારેકર હોવાનું બહાર આવ્યું હતું.

સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગુનાખોરીનો ગ્રાફ દિનબદીન વધતો જઇ રહ્યો છે.ગુનેગારોમાં પોલિસ પ્રત્યેનો ડર બિલકુલ પણ જોવા નથી મળી રહ્યો.પરિણામે ગુનેગારો બેફામ બન્યા છે અને શહેરમાં કાયદો- વ્યવસ્થાની સ્થિતિની ઐસીતૈસી કરી રહ્યા છે.છેલ્લા બે માસ દરમિયાન સુરતના લીંબાયત અને ડીંડોલી વિસ્તારમાં હત્યાના ચાર બનાવો બની ગયા છે.ત્યાં વધુ એક હત્યાની ઘટના સચિન ગામ વિસ્તારમાં બની હતી. સચિન એપેરેલ પાર્ક નજીક આઠથી દસ જેટલા અજાણ્યા ઈસમો દ્વારા અખિલ પારેકર સહિત તેના મિત્ર રાજા અને રવિ પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.હુમલા બાદ તમામ લોકો ફરાર થઇ ગયા હતા.જ્યાં ગંભીર હાલતમાં ત્રણેયને સચિનની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જો કે સારવાર મળે તે પહેલા જ અખિલનું કરુણ મોત નિપજ્યું હતું.જ્યારે અન્ય બેની હાલત ગંભીર હોવાના કારણે સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અજાણ્યા શખ્સોએ 3 યુવકો પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો, એક યુવકનું મોત

ઘટનાની જાણકારી મળતા સચિન પોલીસ,SP,DSP તેમજ જોઈન્ટ પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી અનુસાર મૃતક અખિલ સને હત્યારાઓ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી જૂની અદાવત ચાલી રહી હતી.જે અદાવતમાં ખાર રાખી મિત્રો પર જીવલેણ હુમલો કરી અખિલની હત્યા કરી દેવામાં આવી હતી.હાલ તો સચિન પોલીસ દ્વારા હત્યારાઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરવામાં આવી છે .

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details