ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યના તમામ GIDCમાં હવે પરપ્રાંતથી આવનારા શ્રમિકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે

કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી GIDC દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં બહારથી આવનારા શ્રમિકોમાં કોરોના લક્ષણ દેખાતા તેમનો રેપીડ ટેસ્ટ કરવામાં આવશે.

સુરત
સુરત

By

Published : Jul 28, 2020, 4:18 PM IST

સુરત :ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો રોજગારી માટે આવે છે પરંતુ કોરોના કાળમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીઓ પોતાના વતન ચાલ્યા ગયા હતા. પરંતુ હવે અનલોક એક અને બેમાં ઉદ્યોગો ફરી શરૂ થતાં પરપ્રાંતિ શ્રમિકો ફરી ગુજરાતમાં રોજગાર માટે આવી રહ્યા છે. જેથી તંત્ર દ્વારા બહારથી આવતાં શ્રમિકોનું કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. મહામારી વધુ ન ફેલાઈ એ હેતુથી હવે ગુજરાતની તમામ GIDCમાં આવનાર શ્રમિકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે, જેમાં સ્થાનિક તંત્રની મદદથી આ ટેસ્ટ થશે..

રાજ્યના તમામ GIDCમાં હવે પરપ્રાંતથી આવનાર શ્રમિકોનો કોરોના રેપીટ ટેસ્ટ કરવામાં આવશે
GIDC દ્વારા શ્રમિકોને કોરોના ટેસ્ટ કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યા છે. ગુજરાતની વાત કરવામાં આવે તો, આશરે 230 જેટલા GIDC સ્થાપિત છે. જેમાં 17 લાખ જેટલા શ્રમિકો કાર્યરત છે. GIDC દ્વારા રાજ્યમાં આવેલી તમામ GIDCને આદેશ આપવામાં આવ્યો છે કે, પરપ્રાંતથી આવનાર શ્રમિકોમાં કોરોનાના લક્ષણો દેખાતા તેમનું ટેસ્ટિંગ કરવામાં આવે. એટલું જ નહીં તેમના માટે હોમ ક્વોરેન્ટાઇન અને મેડિકલની સુવિધા પણ પૂર્ણ કરવા માટે GIDC અને ત્યાં કાર્યરત એસોસિયેશનને સૂચના આપવામાં આવી છે.આ આ અંગે જીઆઇડીસીના એમ.ડી અને સુરત ખાતે ખાસ કોરોનાની સ્થિતિ નિયંત્રણ કરવા માટે નિયુક્ત થયેલા એમ.થેંનારસનએ જણાવ્યું હતું કે, કોરોના ની કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી GIDCને અગત્યની સૂચનાઓ આપવામાં આવી છે સ્થાનિક તંત્ર સાથે મળીને આવનાર શ્રમિકો નો લક્ષણો દેખાતા કોરોના ટેસ્ટ કરવામાં આવશે. સુરત અને અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને ત્યાં GIDC અને ઉદ્યોગોની સંખ્યા પણ વધારે છે. તેથી સૌથી પહેલા અમલીકરણ આ બન્ને શહેરોની GIDCથી શરૂ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details