સુરત જિલ્લા LCB પોલીસે પલસાણાના બલેશ્વર ગામની સલીમ ફેશન નામની કંપનીમાંથી 85 લાખથી વધુ નામાંકિત કંપનીના નકલી જૂતાનું ગોડાઉન ઝડપ્યુ છે. પોલીસને આ ગોડાઉનમાંથી 85 લાખથી વધુ કિંમતના 3800થી વધુ નામાંકિત કંપનીના નકલી શૂઝ મળી આવ્યા હતા. આ શૂઝને ઓનલાઇન એપ સ્નેપડીલ પર અસલીના નામે વેચવામાં આવી રહ્યા હતા.
સ્નેપડીલના નામે નકલી શૂઝનું વેચાણ કરતું ગોડાઉન ઝડપાયું - Gujarati news
સુરતઃ દેશભરમાં ઓનલાઈન પ્રોડક્ટ ખરીદીનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે. ત્યારે દેશની સૌથી મોટી ઓનલાઈન ખરીદી માટેની એપ્લીકેશન સ્નેપડીલ પર નકલી બુટનો ધંધો સામે આવ્યો છે. સુરત જિલ્લા LCB પોલીસે 85 લાખથી વધુ નકલી બુટનું ગોડાઉન ઝડપ્યું છે.
સ્નેપડીલના નામે નકલી બુટનું વેચાણ કરતું ગોડાઉન ઝડપાયું
પોલીસને ઘટના સ્થળેથી મોટી માત્રામાં નામાંકિત કંપનીના ખાલી બોક્ષ અને સ્નેપડીલની પ્લાસ્ટિકની થેલીઓ પણ મળી આવી છે. જો કે, સમગ્ર ગુના પાછળનો મુખ્ય સૂત્રધાર સુરતના અડાજણ ખાતે રહેતો મોહમદ સિદ્દીકી હજી પોલીસની પકડથી દુર છે. ત્યારે પોલીસ હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.