સુરત:શહેરમાં ભેસ્તાન વિસ્તારમાં બે યુવક પર એસિડ એટેક કરવામાં આવ્યો હતો. જેમાં પાંડેસરા પોલીસ એ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. મકાન ખાલી કરવા બાબતે 5 હજારમાં સોપારી આપી એસિડ એટેક કરાયો હતો. એસિડ એટેક દરમિયાન સોપારી ફોડનાર પણ એસિડથી ગંભીર રીતે દાઝ્યો હતો.
"આ ઘટનામાં ભોગ બનનાર બંને વ્યક્તિઓ એકબીજાને મિત્ર છે. જેમાં પહેલાનું નામ કેદાર ગૌડા જેઓ 45 વર્ષના છે અને બીજાનું નામ પ્રકાશ ગૌડા જેઓ 44 વર્ષના છે. બંને સાથે જ એક જ કંપનીમાં કામ કરે છે. તેઓ મૂળ મૂળ ઓડિશાના ગાંજામ જિલ્લાના વતની છે. ગઈકાલે સાંજે તેઓ નોકરી પરથી પરત ફરી રહ્યા હતા. ત્યારે અચાનક કારખાનાથી થોડે જ એક ઇસમે કેદાર પર એસિડ ફેકતા કેદાર અને મિત્ર પ્રકાશ ગંભીર રીતે દાઝી ગયા હતા."-- અરુણ ગામીત (પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ)
એસિડ એટેક કરી ફરાર: શહેરના ભેસ્તાન વિસ્તારમાં બે મિત્રો ઉપર એસિડ અટેકની ઘટના સામે આવી છે. ભેસ્તાનમાં આવેલ સિદ્ધાર્થ નગર સોસાયટીમાં રહેતા 45 વર્ષીય કેદાર ગૌડા જે મિલમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ ગઈકાલે સાંજે નોકરી પરથી ઘરે જઈ રહ્યા હતા. ત્યારે તે સમય દરમિયાન તેમની સાથે તેમના મિત્ર પ્રકાશ ગૌડા પણ આવી રહ્યો હતો. તે સમય દરમિયાન જ અચાનક એક ઈસમ દ્વારા તેની ઉપર એસિડ એટેક કરી ફરાર થઇ ગયો હતો. જોકે આ જોતા જ સ્થાનીકો દોડી આવ્યા હતા. જેમાં બંને જણા ગંભીર રીતે દાઝી પણ ગયા હતા. તેઓને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં હાલ બંનેની સારવાર ચાલી રહી છે.
એક વ્યક્તિની હાલત ગંભીર: અરુણ ગામીત પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલે આપેલી માહિતી અનુસાર, હાલ બંને મિત્ર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યાં કેદારની હાલ ગંભીર હોવાનું ડોક્ટરે જણાવ્યું છે કારણકે, કેદારની બન્ને આખો, મોઢા અને છાતી પર ગંભીર રીતે દાઝી ગયો હતો. જ્યારે પ્રકાશ નામનો મિત્ર હાથ અને છાતી પર દાઝી ગયો હતો. હાલ પ્રકાશની હાલત હાલ સામાન્ય છે. હુમલા પાછળનું હાલ તો કોઈ કારણ જાણી શકાયું નથી. કેદારની હાલત ગંભીર છે અને નિવેદન પણ આપી શકે એમ નથી.
- Surat Crime : સુરતમાં પૈસા બાબતે 17 વર્ષના કિશોરની કરપીણ હત્યા, ઘટના સીસીટીવીમાં કેદ થઇ
- Fake Currency Note Racket: નવસારીમાં નકલી ચલણી નોટનું રેકેટ ઝડપાયું, જાણો શું હતી મોડસ ઓપરેન્ડી