સુરત: એસ.ટી.વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દીવાળીનો તહેવાર નિમિતે 2500 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં નવેમ્બર મહિનાની 7 તારીખ થી લઇ 11 સુધી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. શહેરના જે લોકો 50 સીટનું ગ્રુપ બુકિંગ કરાવશે તેઓના સોસાયટી સુધી બસ લેવા જશે અને તેમના સ્થાન સુધી બસ છોડવા પણ જશે. ગત વર્ષે સૌથી વધારે ગ્રુપ બુકિંગનો પ્રતિસાદ વધારે હતો.
Surat News: સુરતમાં દિવાળીના તહેવાર નિમિતે 2500 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવાશે - સુરત સમાચાર
સુરત એસ.ટી.વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દીવાળીના તહેવાર નિમિતે 2500 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં નવેમ્બર મહિનાની 7 તારીખ થી લઇ 11 સુધી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.
Published : Sep 21, 2023, 12:26 PM IST
"દિવાળી તહેવાર નિમિત્તે સુરત એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. જેમાં 2500 થી વધુ બસોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવેમ્બર મહિનાની 7 તારીખ થી લઇ 11 સુધી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. સૌરાષ્ટ્રના મુસાફર માટે ધારૂકા કોલેજ કમ્પાઉન્ડમાંથી કરંટ તેમજ એડવાન્સ બુકિંગ થઈ શકશે. સેકન્ડ સૌરાષ્ટ્રની બસની બુકીંગ મોટા વરાછા રામચોક એસએમસી પાર્ટી પ્લોટથી થઈ શકશે. ત્યાંથી જ બસો પણ ઉપડશે. તથા પંચમહાલ,દાહોદ,ઝાલોદના મુસાફરો માટે સુરત સી.બી.એસ.ની સામે જિલ્લા પંચાયતના મેદાન ઉપરથી બસ ઉપડશે. ત્યાંથી જ કરંટ તેમજ એડવાન્સ બુકિંગ થઈ શકશે."--પી.વી.ગુર્જર ( સુરત એસટી નિગમ અધિકારી )
ગ્રુપ બુકિંગ પ્રતિસાદ:વધુમાં જણાવ્યું કે, બીજું ઓનલાઇન બુકિંગમાં હાલમાં જે બસોનું ઓનલાઇન બુકિંગ થઇ રહ્યું છે. તેમાં વધારાની બસ પણ મુકવામાં આવશે. એટલે ઓનલાઇન બુકિંગમાં વધારાની બસો જોવા મળશે. જેથી મુસાફરો તેમના સમય દરમિયાન આવે અને તરત તેઓ બસમાં બેસીને મુસાફરી કરે અને જેથી એમનો સમય પણ બચી શકશે. તથા ત્રીજું શહેરના જે લોકો 50 સીટનું ગ્રુપ બુકિંગ કરાવશે. ઓનલાઇન ગ્રુપ બુકિંગનો લાભ વધારે ને વધારે લોકો કરે જેથી કોઈપણ પ્રકારની વ્યવસ્થા ના સર્જાય. તે ઉપરાંત આવતીકાલથી રોરો ફેરીમાં જવા માટે અહીંથી એક્સ્ટ્રા બસો પણ ચાલુ કરવામાં આવશે.