- સુરતના મહિલા પોલીસ મથકમાં એક મહિલાએ નોંધાવી ફરિયાદ
- ચારિત્ર્ય અંગે શંકા વ્યક્ત કરતા પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો
- પતિ, સાસુ-સસરા દ્વારા ત્રાસ ગુજારી ઘરમાંથી કાઢી મુકવામાં આવી
સુરત : સુરતના મહિલા પોલીસ મથકમાં એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે, 'એક સંતાન થયા પછી હું જાડી થઈ ગઈ તો મારા પતિ ફરવા લઈ જવાનું બંધ કરી દીધું ' આ આક્ષેપ સાથે શિક્ષિત સમાજના અશિક્ષિત દાખલો સુરતમાં નોંધાયો છે. આરોપ છે કે, 1.1 કિલો ચાંદી અને 25 લાખ રોકડા દહેજ નહિ લાવી તો પરિણીતાને કાઢી મુકાઈ.
દહેજમાં 1.1 કિલો ચાંદી અને 25 લાખ રોકડા માંગણી કરી હતી
અડાજણ ખાતે રહેતી 29 વર્ષીય પરિણીતાના લગ્ન વર્ષ 2008માં ઇચ્છાનાથ ખાતે પલ્લવ બંગ્લોઝમાં રહેતા જીગર સુરેશ ગાંધી સાથે થયા હતા. લગ્ન વખતે ગાંધી પરિવાર આરતીના માતા પિતા પાસે દહેજમાં 1.1 કિલો ચાંદી અને 25 લાખ રોકડા માંગણી કરી હતી. આ માંગણી તાત્કાલિક સંતોષાય તેમ ન હોવાથી પરિણીતાના માતા-પિતાએ સોના ચાંદીના દાગીના રોકડા તથા ઘરવખરીનો સામાન આપ્યો હતો તે લઈને ઘરે ગઈ પછી પતિ સાસુ-સસરા પરિણીતા સાથે ઝઘડો કરતા હતા.
સંતાન થયા પછી પરિણીતા જાડી થઈ