- શિક્ષકો દ્વારા વેકિસનેશન જન જાગૃતિ અભિયાન શરૂ કરાયું
- વેક્સિનેશનને લઇ અન્ય ભાષાઓમાં કરવામાં આવી રહ્યો છે પ્રચાર
- કોરોનાના વધતા કેસને અટકાવવા તૈયારીઓ તંત્ર
સુરતઃ શહેરમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસને ધ્યાનમાં રાખી એક તરફ કેસને નિયંત્રણ કરવા માટે અને બીજી બાજુ વેક્સિનેસનને લઇ તમામ તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આ સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો પણ કન્ટેન્મેન્ટ વિસ્તારમાં જઈ જાહેરાત કરી લોકોને વેક્સિન માટે લઇ જન જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. સુરતમાં અનેક પ્રાંતથી આવેલા લોકો રહે છે. આ જ કારણ છે કે, અનેક ભાષાઓમાં શિક્ષકો દ્વારા જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે.
વેક્સિનેશનને લઇ જન જાગૃતિ અભિયાન શરૂ
સુરતને મીની ભારત કહેવામાં આવે છે. અહીં અનેક પ્રાંતથી આવેલા લોકો વસે છે. રોજીરોટી માટે આવેલા લોકો તેમની ભાષામાં વેક્સિનેશનને લઇ વધુ માહિતી મેળવી શકે આ માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા તેમની જ ભાષામાં વેક્સિનેશનને લઇ જન જાગૃતિ અભિયાન ચલાવાઈ રહ્યા છે. મરાઠી, ઉડીયા, અને હિન્દી ભાષા સહિત અન્ય ભાષાઓમાં જે તે વિસ્તારમાં જઈ વેક્સિનેશનને લઇ જન જાગૃતિ આપવામાં આવી રહી છે. નગર પ્રાથમિક શિક્ષણ શાળાના શિક્ષકો માઈક અને સ્પીકર થકી લોકોને જાગૃત કરી રહ્યા છે.