- કાર નહેરમાં ખાબકતા સર્જાયો અકસ્માત
- ચાલક અને 2 વર્ષના બાળકનું મોત
- ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
- ધૂળેટીની ઉજવણી માટે ફાર્મ હાઉસ પર જઈ રહ્યો હતો પરિવાર
સુરતઃ જિલ્લાના ઓલપાડ તાલુકાના એક ફાર્મ હાઉસમાં ધુળેટીની ઉજવણી કરવા જઈ રહેલા પરિવારની કાર ટકરામા ગામ નજીક નહેરમાં ખાબકી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 2 વર્ષના બાળક સહિત 2ના મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્ત થયા હતા, જેથી તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.
સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં કાર નહેરમાં ખાબકી
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા સુભાષ નગરમાં રહેતા મયુર ગાબાણી શનિવારે રાત્રે પોતાની કાર લઈને પરિવાર સાથે ઓલપાડ તાલુકાના એરથાણ ગામે આવેલા એલીફન્ટા ફાર્મ હાઉસમાં ધુળેટી રમવા માટે જઈ રહ્યા હતા. તેઓ તેમની પત્ની, તેમજ મિત્ર શૈલેશના 2 વર્ષના પુત્ર અર્જુન અને અન્ય એક યુવતી સાથે પસાર થઈ રહ્યા હતા, તે સમયે ટકરામા ગામ નજીક મયુરભાઈએ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને કાર નહેરમાં ખાબકી હતી.
આ પણ વાંચોઃ થરાદ સાચોર હાઇવે પર અકસ્માતમાં બે યુવકોના મોત, 1ની હાલત ગંભીર