સુરતઆજના સમયમાં માતા-પિતા સંતાનોનું ધ્યાનરાખી શકતા નથી. અને સમયમાં કાતો મા-બાપ પોતાના કામ હોય છે કે પછી મોબાઇલ ફોનમાં રહેતા હોય છે. જેના કારણે દુર્ઘટના બનાવો વધી રહ્યા છે. ત્યારે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભગવતી નગરમાં 5 વર્ષની બાળકીરમતા રમતા ત્રીજા માળની (girl died balcony in Surat) બાલ્કનીમાંથી નીચે પટકાતા મોત(Child death Surat) થયું હોવાનું સામે આવ્યું છે. હાલ આ મામલે પાંડેસરા પોલીસ (Pandesara Police Surat) દ્વારા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અને કયાં કારણોસર બાળકીનું મોત થયું તેના વિશે તપાસ હાથ ધરવામાં આવી છે.
પરિવાર શોકમાં ગરકાવબાળકીનું મોત થતાની સાથે પરિવારમાં શોખ જોવા મળી રહ્યો છે. 5 વર્ષની બાળકી રમતારમતા ત્રીજા માળની બાલ્કની માંથી નીચે પટકાણી હતી. અને ત્યાર બાદ તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બાળકીનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું.
આગળની તપાસપોલીસે હાલ પુરતો અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરા વિસ્તારની ભગવતી નગર ખાતે રહેતા ઉદયરામ ચંદ્રવંશી જો મજૂરી કામ કરી પોતાનું ગુજરાત ચલાવે છે. ગતરોજ તેમની 5 વર્ષીય પુત્રી આકૃતિ ચંદ્રવંશી જેઓ પોતાના ઘરમાં રમી રહ્યા હતા. ત્યારે રમતા રમતા બાલ્કનીમાં આવતા ત્રીજા માળેથી નીચે પટકાયા હતા.
બૂમો પડવા લાગ્યાઆ બનાવ બનતાની સાથે આસપાસના લોકોએ મોટેમોટે થી અમને બૂમો પડવા લાગ્યા હતા.એટલે હું અને મારી પત્ની તરત નીચે દોડી ગયા હતા. આ બાબતે ઉદય રામે જણાવ્યું કે, રવિવારે સાંજે 7:00 વાગે આકૃતિ ઘરમાં રમી રહી હતી. ત્યારે રમતા રમતા તે ઘરના બાલકનીમાં (girl died balcony in Surat) જતી રહી હતી. અને ત્યાંથી જ અચાનક જ નીચે પટકાઈ હતી. નીચે પડતા જ આસપાસના લોકોએ મોટેમોટેથી અમને બૂમો પડવા લાગ્યા હતા. એટલે હું અને મારી પત્ની તરત નીચે દોડી ગયા હતા.
પરિવાર શોકમાં હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ બાળકીનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. વધુમાં જણાવ્યું કે, હું અને મારાં સાથી મિત્ર મીનુભાઈ દીકરીને લઈ નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં દીકરીનું સારવાર કરવામાં આવી. ત્યારબાદ હોસ્પિટલના E/2 વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ રાતે ડૉક્ટરે કહ્યું કે તમારી દીકરીનું મોત થઇ ગયું છે.