ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત: કોરોના હોટસ્પોટ માન દરવાજા અને લીંબાયત વિસ્તારમાંથી 93 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા

સુરતમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તે દરમિયાન સુરતના હોટસ્પોટ બની ચૂકેલા માન દરવાજા અને લીંબાયત વિસ્તારમાંથી તાજેતરમાં કુલ 93 જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેને લઇને આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે.

Etv Bharat, Gujarati News, Surat News, CoronaVirus
Surat News

By

Published : Apr 20, 2020, 12:36 PM IST

સુરત: સુરતમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તે દરમિયાન સુરતના હોટસ્પોટ બની ચૂકેલા માન દરવાજા અને લીંબાયત વિસ્તારમાંથી તાજેતરમાં કુલ 93 જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેને લઇને આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે.

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોમ્યુનિટી સેમ્પલ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ તેમજ હોસ્પિટલોમાંથી સેમ્પલ દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. હમણાં સુધી 244 જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જે સુરતમાં માટે ચિંંતાનો વિષય છે. સુરતમાં ચુસ્તપણે લૉકડાઉનનો અમલ ના થતા કોમ્યુનિટી કેસ સૌથી વધુ સામે આવ્યા છે.

સુરતમાં કોરોનાથી સોમવારે વધુ બે કોરોના પોઝિટિવ દર્દીઓનાં મોત થયા છે. સોમવારે નવા બે પોઝિટિવ દર્દીઓના ઉમેરા સાથે કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 244, કુલ મોત 10 છે. રાંદેરના 70 વર્ષ સૈયદ નિયાઝ અહેમદ અને બેગમપુરા 80 વર્ષ દયાકોર બેન રાણાનું નિધન થયું છે.

સુરતમાં વધતા કોરોનાના વ્યાપને લઈ લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સુરતમાં અત્યાર સુધી 6901 કોમ્યુનિટી સેમ્પલના ટેસ્ટ કરાયા છે. હમણાં સુધી કોમ્યુનિટી સેમ્પલ ટેસ્ટમાં 185 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. આજ દિન સુધી 371 કોન્ટેક સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી 11 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. કુલ 7715 ટેસ્ટમાં 244 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરતમાં એન્ટીબોડી ટેસ્ટિંગ કીટ હાલ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. જેમાં સૌ પ્રથમ કીટનું પરીક્ષણ બાદ લોકો પર તેનો ઉપયોગ શરૂ કરાશે.

શરદી,ખાંસી ના ટેસ્ટિંગ માટે 113 કીટ અલગથી ઉપલબ્ધ કરવામાં આવી છે. જ્યાં સેમ્પલ લઈ ચકાસણી કર્યા બાદ ત્રણથી વધુ ચિહ્નો હોય તેવા કિસ્સામાં લેબ ટેસ્ટ કરવામાં આવશે. સુરતમાં આજ દિન સુધી કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 244 પર પોહચી છે. જ્યારે કુલ મૃતયાંક 8 પર પોહચ્યો છે. સૌથી વિચારવા જેવી બાબત એ છે કે, હોટસ્પોટ બની ચૂકેલા માન દરવાજા ટેનામેન્ટના બે માસુમ બાળકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેને લઈ પરિવારના સભ્યોને પણ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details