ગુજરાત

gujarat

ETV Bharat / state

લોભામણી સ્કીમોની લાલચ આપી 9 લાખથી વધુની છેતરપિંડી, 19 લોકોની ધરપકડ - POLICE

સુરત : કાપોદ્રા વિસ્તારમાં લકી ડ્રો ના નામે સ્કીમમાં સમાવેશ કરાવી લોભામણી લાલચ આપી અસંખ્ય લોકો સાથે છેતરપિંડી કરનાર ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓએ 551 સભ્યો બનાવી 551 જેટલા ઇનામો આપવાની જાહેરાત કરી હતી. ઉપરાંત 45 દિવસ સુધી 1245 રૂપિયા ભરી ફરજીયાત ઇનામ આપવામાં આવશે અને જો ઇનામ નહીં લાગે તો રકમ પરત આપવામાં આવશે તેવી લોભામણી જાહેરાત કરી કુલ 19 લોકો પાસેથી 9 લાખથી વધુની રકમ ચાઉ કરી ફરાર થઇ ગયા હતા. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ધરપકડ કરી હતી.

સ્પોટ ફોટો

By

Published : Apr 3, 2019, 1:10 PM IST

સુરતના કામરેજ વિસ્તારમાં રહેતા કિશોર ભાઈનો સંપર્કવર્ષ 2014માં કાપોદ્રાના રચના સોસાયટી નજીક રહેતા છગન ભગવાનભાઈઅસોડરિયા સાથે થયો હતો. જ્યાં છગન નામના ઇસમે લક્કી ડ્રો ની સ્કીમ કિશોરભાઈને જણાવી હતી. છગન અસોડરિયા સહિત ત્રણ લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 551 જેટલા સભ્યો બનાવી 551 ઇનામો આપવામાં આવશે. જે માટે પ્રતિમાસ 1245 જેટલી રકમ 45 મહિના સુધી ભરવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમ છતાં જો ઇનામ ન લાગે તો રૂપિયા પરત આપવાની પણ ખાતરી આપી હતી. જેથી કિશોરભાઈ સહિત કુલ 19 જેટલા લોકોએ 9લાખથી વધુની રકમ લક્કી ડ્રો ની સ્કીમ હેઠળ સમાવેશકર્યોહતો. તેમ છતાં કોઈ ઇનામ અથવા ભરેલી રકમ પરત ન મળતા તમામછેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અહેસાસ કરતા કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવીહતી.

લોભામણી સ્કીમોની લાલચ આપી 9 લાખથી વધુની છેતરપિંડી

પોલીસે છેતરપિંડીનો ભોગ બનેલા વ્યક્તિઓના નિવેદન નોંધી તપાસ શરૂ કરી હતી.પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ છેલ્લા ચાર વર્ષથી લક્કી ડ્રો ના સ્કીમ હેઠમલોભામણી લાલચો આપી લોકોને છેતરતા હતા. જ્યાં તપાસમાં હજુસુધી કુલ 19 જેટલા લોકો સામે આવ્યા હતા. આ તમામ લોકો પાસેથી આરોપીઓએ કુલ 9 લાખથી વધુ રકમ સ્કીમ હેઠળ પડાવી લેવામાં આવી છે. જ્યાં પોલીસે તપાસના અંતે આરોપી છગન ભગવનભાઈ અસોડરિયા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details