ઉલ્લેખનીય છે તે, સુરતના સરથાણા સ્થિત આર.જે.ડી ફાર્મ ખાતે રાજુલા-ઝાફરાબાદ તાલુકાના 28થી 30 ગામના વતનીઓના મહા-સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 7થી 8 હજાર લોકો હાજર રહ્યા હતા.
જેમાં સમાજના આગેવાનો, સામાજીક અગ્રણી, ઉદ્યોગપતિઓ સમાજના તારલાઓ, વિશેષ સન્માનિત વ્યક્તિઓ તથા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રક્તદાન કેમ્પ, સ્વચ્છતા વિશેષ કાર્યક્રમ, સમાજની વિવિધ બદીઓ નાબૂદી, કુરીવાજો તેમજ ખેડૂતોને પડતી મુશ્કેલી પર ભાર મૂકવામાં આવ્યો હતો.
8 હજાર લોકોએ 'નો પ્લાસ્ટિક'ની પ્રતિજ્ઞા લઈ સમૂહમાં રાષ્ટ્રગાન કર્યું સુરત તક્ષશિલા અગ્નિકાંડ અને તાપી નદીમાંથી બે-બે દિકરીઓને જીવતા ઉગારનાર 'સોશિયલ સોલ્જર એવોર્ડ 2019'થી સન્માનીત પ્રકાશકુમાર વેકરીયા દ્વારા લેવાયેલી પ્રતિજ્ઞા 100 દિવસમાં એક લાખ લોકો સુધી પહોંચાડવા 47000 લોકોને રાષ્ટ્ર સફાઇની શપથ અપાવવામાં આવી હતી.
સામુહિક રીતે 8000 વ્યક્તિઓએ એકસાથે એકમંચ પરથી સ્વચ્છતા અંગેનો પ્લાસ્ટિકની વિવિધ 10 પ્રતિજ્ઞાઓ લીધી હતી. જ્યારે આઠ હજાર લોકોએ એક સમૂહમાં ભારે જનમેદની વચ્ચે રાષ્ટ્રગાન કરી દેશભક્તિ પ્રત્યેની લાગણીનો પરચો આપ્યો હતો.