ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Civil Hospital : વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો! પાંચ વર્ષીય બાળક 6 સેમીનો સ્ક્રૂ ગળી ગયો, ડોક્ટર બન્યાદેવદૂત

સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબો મહારાષ્ટ્રના શ્રમિક પરિવાર માટે દેવદૂત સાબિત થયા હતા. નંદુરબારના એક પરિવારનો પાંચ વર્ષીય બાળક કોઈ રીતે 6 સેમી લાંબો સ્ક્રૂ ગળી ગયો હતો. જોકે નવી સિવિલ હોસ્પીટલના તબીબોએ મુશ્કેલ ઓપરેશન બાદ બાળકને જીવનદાન આપ્યું હતું.

Surat Civil Hospital
Surat Civil Hospital

By ETV Bharat Gujarati Team

Published : Oct 16, 2023, 4:09 PM IST

સુરત : મહારાષ્ટ્ર ખાતે આવેલા નંદુરબારના એક પરિવાર માટે સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ વરદાનરુપ સાબિત થઈ છે. નંદુરબાર ખાતે રહેતા પરિવારનો પાંચ વર્ષીય બાળક રમતા રમતા આશરે પાંચ થી છ સેન્ટિમીટર લાંબો સ્ક્રૂ કમ ખીલી ગળી ગયો હતો. બાળકની શ્વાસ નળીમાં આ ખીલી કમ સ્ક્રુ ફસાઈ ગઈ હતો. નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા દૂરબીનના માધ્યમથી આ ખીલીને બહાર કાઢી બાળકની તકલીફ દૂર કરવામાં આવી હતી.

બાળક સ્ક્રૂ ગળી ગયો : મહારાષ્ટ્ર ખાતે આવેલા નંદુરબાર જિલ્લાના નવાપુરા વિસ્તાર ખાતે આવેલ કરજજાડી ગામમાં રહેતા સાજન ગાવીત અને તેમની પત્ની ખેત મજૂરીનું કામ કરી જીવન ગુજરાન ચલાવે છે. સાજન ગાવીતનો પાંચ વર્ષીય પુત્ર ચહેલ ઘરની બહાર રમતી વખતે અચાનક જ સ્ક્રુ ગળી ગયો હતો. જ્યારે તકલીફ શરૂ થઈ ત્યારે બાળકે આ અંગે માતા-પિતાને જાણ કરી હતી. આ દરમિયાન બાળકને ઉલટી થવા લાગી હતી. બાલકને તાત્કાલિક નંદુરબારની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોની ટીમે જણાવ્યું હતું કે, તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, તેથી તેને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે.

સુરતના તબીબોની ઉમદા સેવા : એમ્બ્યુલન્સના માધ્યમથી બાળકને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલના ઇએનટી વિભાગના ડોક્ટરો દ્વારા બાળકની સારવાર શરૂ કરતા પહેલા એક્સ-રે પડાવ્યો હતો. જેમાં બાળકના ફેફસામાં આવેલી જમણી બાજુની શ્વાસ નળીમાં આ સ્ક્રુ ફસાયેલો દેખાયો હતો. ડોક્ટરોએ દૂરબીનનો ઉપયોગ કરી આ સ્ક્રૂને બહાર કાઢી બાળકની તકલીફને દૂર હતી. જો સમયસર આ સ્ક્રૂ કાઢવામાં આવ્યો ન હોત તો ગંભીર ઈજા અથવા કોઈ કારણોથી તેનો જીવ પણ જઈ શકે તેમ હતો.

30 મિનિટનું મુશ્કેલ ઓપરેશન : ઈએનટી વિભાગના વડા ડોક્ટર જેમીન કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે, બાળકને સારવાર આપ્યા પહેલા એક્સ-રેના માધ્યમથી સ્ક્રૂ કઈ જગ્યાએ છે તે જોયું હતું. ત્યારબાદ બાળકના મોઢામાં દૂરબીન નાખી અને ફોર્સેપ્ટ એટલે ચીપિયા વડે આ સ્ક્રૂને ધીમે ધીમે બહાર કાઢ્યો હતો. અમારી ટીમ દ્વારા આ ઓપરેશન પૂર્ણ કરવામાં 30 મિનિટનો સમય લાગ્યો હતો.

સુરત સિવિલ હોસ્પિટલની સુવિધા : ડોક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, સ્ક્રૂના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. સારવાર બાદ તેની આ તકલીફો દૂર થઈ ગઈ છે. સામાન્ય રીતે પ્રાઇવેટ હોસ્પિટલમાં આ પ્રક્રિયા માટે 50 થી 70 હજારનો ખર્ચ થાય છે. જોકે સુરત સિવિલ હોસ્પિટલમાં આ સારવાર પરિવારના લોકોને વિનામૂલ્યે મળી જતા આ શ્રમિક પરિવારને મોટી રાહત મળી છે.

  1. Remedies for Heart Attack Avoid : હાર્ટ એટેકના કિસ્સા વચ્ચે સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા એક આગોતરું આયોજન
  2. Surat Health News : સુરતમાં રોગચાળો ફાટ્યો, સિવિલ હોસ્પિટલમાં એક્સ્ટ્રા બેડ મૂકવા પડ્યા

ABOUT THE AUTHOR

...view details